પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસે દરોડા પાડયા છે. અડાજણ ભૂલકા ભવન પાસે સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હતો. અડાજણ પોલીસે બોગસ ગ્રાહક બનાવી દરોડા પાડયા હતા. સ્પામાંથી એક મહિલા નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્પા સંચાલક આલમ શેખની ધરપકડ કરી છે. સાથે જ અન્ય રાજ્યમાંથી બોલાવેલી ચાર યુવતીઓને મુક્ત કરી છે. પોલીસે સ્પાનાં માલિક મયુર નાઈને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સુરત અડાજણ ભૂલકા ભવન પાસે આવેલ બેંક ઓફ બરોડાની પાછળ મયુર નાઈ સ્પા ચલાવતો હતો. અડાજણ પોલીસને બાતમી મળી હતી કે સ્પાનો માલિક સ્પાની આડમાં ગોરખ ધંધો ચલાવી રહ્યો છે. અડાજણ પોલીસે ખરાઈ કરવા સ્પામાં એક ડમી ગ્રાહક મોકલી આપ્યો હતો. 


પોલીસ ખરાઈ થતા તાત્કાલિક એક ટીમ સ્પામાં પહોચી દરોડા પાડયા હતા.ત્યાં ડમી ગ્રાહક ની સાથે મહિલા નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી.સાથે સ્પાનું સંચાલન કરનાર આલમ શેખ પણ મળી આવ્યો હતો. પોલીસે સંચાલક આલમ શેખને પકડી પાડયો હતો. 4 મહિલાનો મુકત કરાઈ હતી. 


સપાના સંચાલક અન્ય રાજ્યમાંથી યુવતીઓને સુરતમાં બોલાવતા હતા. સ્પાની આડમાં ગ્રાહકોને બોલાવી ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો. અડાજણ પોલીસે સ્પા ની આડમાં ચાલતું દેહ વ્યાપાર પર ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ છે. સંચાલક આલમ શેખને પકડી માલિક મયુર નાઈને વોન્ટેડ જાહેર કર્યો છે.