ઝી ન્યૂઝ/ બ્યુરો: કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે, જેના કારણે પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ કડક કરવામાં આવ્યું છે. ક્યારેક પેટ્રોલિંગ દરમિયાન લોકો સાથે ધર્ષણના સમાચાર પણ સામે આવે છે. ત્યારે મોડીસાંજે (રવિવારે) સુરતના પીપલોદમાં પોલીસે દંડાવાળી કરી છે. પીપલોદમાં રાત્રિ બજારમાં બેઠેલા યુવાનોને પોલીસે ઢોર માર માર્યો હતો. પરંતુ કોરોના ગાઈડલાઈનના પાલન માટે પોલીસે દંડાવાળી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. ત્યારે રાત્રિ બજારમાં કફ્યૂ લાગી ગયા પછી પણ અમુક લોકો બેઠા હતા. હાલ પોલીસની દંડાવાળીની ઘટના CCTVમાં કેદ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ઉમરા પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રાત્રે બજારમાં રાત્રિ કર્ફ્યૂ લાગી ગયા હોવા છતાં પણ નબીરાઓ મોડી રાત સુધી બેઠા હોવાનું જાણવા મળતાં પોલીસે દંડાવાળી કરી ભગાડ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દંડાથી ફટકારતા એકને સામાન્ય ઇજા થઇ હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ કર્મીઓએ રાત્રે બજારની અંદર પ્રવેશ કરતા જ કેટલાક નબીરાઓ એકઠા થઈને કર્ફ્યૂ શરૂ થવા છતાં પણ ત્યાં બેઠેલા હતા. જેના કારણે પોલીસે ડંડાવાળી કરતા બેઠેલા યુવકોમાં ભાગદોડ મચી હતી. બેઠેલા તમામ યુવકોએ ભાગવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. કોન્સ્ટેબલે દંડાથી માર માર્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


લગ્નસરામાં વિઘ્ન નડશે! ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે


ઉમરા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું હતું કે, પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે રાત્રે  કર્ફ્યૂનો ટાઈમ પૂર્ણ થઇ ગયા બાદ પણ કેટલાક યુવકો ત્યાં અંદર મોડી રાત સુધી બેસી રહ્યા હતા. તેમને ભગાડવા માટે કડક હાથની કામગીરી કરવામાં આવી હતી. અમે સૌને અપીલ કરી રહ્યા છે કે હજી પણ કોરોના સંક્રમણની ગાઈડ લાઈન છે તેનું આપણે સમય પાલન કરવાનું રહેશે, અને આવી રીતે કામ વગર મોડી રાત સુધી બેસી યોગ્ય નથી. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના બની હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube