પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો જઈ રહ્યા છે.રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે. મુસાફરોની એક લાઈન બનાવી વારાફરતી રેલ્વે બોગીઓમાં બેસાડવામાં આવી રહ્યું છે. રેલ્વે વિભાગ દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ 85 વધુ ટ્રેનો દોડાવી રહી છે. આ ટ્રેનો 1380 યુપી, બિહારનાં ફેરા મારશે. મુસાફરનો ઘસારો ઉમટી પડતાં રેલ્વે મુસાફરોને હાલાકી પડી રહી છે. અનેક મુસાફરોને ટ્રેનની બોગીમાં બેસવા સીટ પણ નહીં મળી છે. મુસાફરોએ ટ્રેનમાં ભોગી વધારવાની માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં આવતા ભક્તોને પ્રસાદ રૂપે અપાય છે માટી! મનોકામના પૂર્ણ થાય એટલે કરવું પડે આ કામ


દિવાળીમાં સુરતમાં રહેતા પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરતા હોય છે, ત્યારે અત્યારથી પરપ્રાંતિયો ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ જ કાર્યરત છે. જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે 6 પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવનાર છે. અત્યારથી જ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. યુપી, બિહાર સહિતના મુસાફરોની વતન જવા માટે એક કિમી લાંબી લાઈન જોવા મળી હતી. વહેલી સવારથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા. જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 


શું તમે ગુજરાતનું આ ગજબનું 'ઊંધુ મંદિર' જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો


ગત વર્ષની જો વાત કરવામાં આવે સુરત રેલવે સ્ટેશન પર દિવાળીના પર્વના સમયે વતન જઈ રહેલા મુસાફરોમાં દોડધામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સાથે જ એક વ્યક્તિનું બેભાન થયા બાદ મોત હતું. આવી પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય સુરત રેલ્વે દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે અગાઉથી જ રેલ્વે બાગ દ્વારા પોલીસ વિભાગની ટીમ સહિત અધિકારીઓને તૈનાત કરી દીધા છે. પોતાના વતન લોકો પહેલાથી જ રેલવે સ્ટેશન પર આવી પહોંચી ગયા છે. ત્યારે રેલવેના કલાકો પહેલા જ લોકોનો ઘસારો જોવા મળતા અધિકારીઓ દ્વારા તમામને એક લાઈનમાં બેસવાની વ્યવસ્થા કરી છે. પ્લેટફોર્મ નંબર પર ટ્રેન આવવાની સાથે જ લાઈનથી તમામને અલગ અલગ બોગીઓમાં બેસાડવામાં આવી રહ્યા છે. 


રોહિતની 2 ભૂલ ભારે પડી, ન્યૂઝીલેન્ડની ટીમ પર 'બ્રહ્માસ્ત્ર' ચલાવવાનું જ ભૂલી ગયા?


આ વર્ષે રેલવે વિભાગ દ્વારા દિવાળી અને છઠપૂજાને ધ્યાનમાં રાખીને યુપી, બિહાર માટે 85 જેટલી વધુ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અનરિર્વ ટ્રેનમાં મુસાફરો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. આજ રોજના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી તબક્કા વાર અલગ અલગ ત્રણ ટ્રેનો યુપી, બિહાર માટે રવાના થઈ હતી. ટ્રેનમાં વધારો કરવા છતાં પણ ટ્રેનની અંદર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે દર વર્ષે સુરત થી 2 લાખથી  વધુ મુસાફરો યુપી,બિહાર પોતાના વતન દિવાળી અને છઠ પૂજા પર જતા હોય છે.ત્યારે આ વરસે દિવાળીના પર્વના પહેલાથી જ પરપ્રાંતી મજૂરો પોતાના વતન જવા નીકળ્યા છે.