ઝી બ્યુરો/સુરત: સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલ એક વિવાદમાં સપડાયા છે. પોતાના મત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને તેમણે ગૌરવ ગણાવ્યું હતું. જ્યોતિ પટેલે ફેસબુક પોસ્ટ પર મારો વિસ્તાર, મારું ગૌરવ સાથેની પોસ્ટ શેર કરતાં લોકોએ મજાક ઉડાવીને ઠેકડી ઉડાવી હતી. જોકે બાદમાં પોતે પોસ્ટ ડિલીટ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાભા કાઢી નાખે તેવી આગાહી, જાણો કયા વિસ્તારો માટે રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ


સુરતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોવાની અનેક તસવીરો સામે આવતી હોય છે. વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ભાજપના વોર્ડ નંબર-7ના મહિલા કોર્પોરેટરની એક ભૂલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં વિવાદ થયો છે. 


પિતા IAS, પુત્રએ સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો : ગુજરાત માટે 2 ગોલ્ડ જીત્યા


સુરતમાં વોર્ડ નંબર-7ના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે આજે (બુધવાર) સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મારો વિસ્તાર, મારું ગૌરવ’ અને ઠેર-ઠેર પાણી ભરાયેલા ફોટા અપલોડ કર્યા હતા. મહિલા કોર્પોરેટર પોતાની સ્વપ્રસિદ્ધિ કરવા ગયાં અને ભરાઈ ગયાં હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ વિવાદ વકર્યા બાદ ભાજપના કોર્પોરેટર જ્યોતિ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ ડિલીટ મારી દીધી હતી. 


વડોદરામાં લવ ટ્રાયએન્ગલનો અજીબ કિસ્સો : પત્ની અને પ્રેમી પ્રેમલીલામાં હતા, અને ત્યાં


આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ મહિલા કોર્પોરેટરનું આતે કેવું ગૌરવ! પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે તો તેણે ગૌરવ અનુભવે છે. ભાજપના મહિલા કોર્પોરેટરને પાણી ભરાય તે ગૌરવ લાગે છે. વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલ પાણી ભરાય તેનું ગૌરવ લે છે. કોર્પોરેટર જ્યોતિ પટેલ પોતાના ફેસબુક વોલ પર ગૌરવ અનુભવી રહ્યા છે. વેડરોડમાં પાણી ભરાવાથી લોકો પરેશાન થાય છે, ત્યાં કોર્પોરેટર મહોદય ગૌરવ લે છે. જ્યોતિ પટેલ પાણીનો નિકાલ કરાવવવાના બદલે પાણી ભરાય તે ગૌરવની વાત છે તેવું દર્શાવે છે. 


પોસ્ટ ઓફિસની આ 3 નાની બચત યોજનાના વ્યાજ દરમાં કરાયો વધારો, આ બચત યોજના કરશે માલામાલ