ઝી ન્યૂઝ/સુરત: સુરત શહેર વિવિધ ખાનગીઓ માટે જાણીતું છે. સીઝન પ્રમાણે લોકો ચીજ વસ્તુઓ આરોગતા હોય છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે ખાજા પર લીંબુનો રસ નાંખીને ખાતા હોય છે. આ સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે. સીઝન માટે સુરતમાં બે અલગ અલગ પ્રકારના ખાજા તૈયાર કરાયા છે. જેમાં સરસિયા ખાજા વધુ ખવાય છે. સુરતના ખાજા વિદેશમાં પણ જાણીતા છે. ઓનલાઈન ઓર્ડર આપીને વિદેશમાં વસતા લોકો સુરતમાંથી ખાજા મંગાવતા હોય છે. વિશિષ્ટ રેપરમાં ખાજાને તૈયાર કરવામાં આવે છે, જે 25 દિવસ સુધી બગડતા પણ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, ઓરિસ્સામાં જગન્નાથજીને ભગવાનના વિવિધ પ્રકારના ખાજા ચડાવવામાં આવે છે. સુરતમાં ખાસ કરીને સરસિયા ખાજા વધુ ખવાય છે. તેલના ભાવમાં વધારો થતા આ વર્ષે ખાજાના ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં સુરતમાં સાદા ખાજા 440 રૂપિયા પ્રતિ કિલો અને મેંગો ખાજા 600 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. ભાવ વધારો હોવા છતા દુકાનમાં ખાજા લેવા માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા છે..


સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત વિશ્વ પ્રખ્યાત છે એટલે જ સુરતની દરેક ખાણીપીણી ખૂબ જ ટેસ્ટી હોય છે. ઉનાળા અને ચોમાસા બને સિઝનમાં ખવાતા ખાજાને પણ આ વખતે લોકડાઉન નડી ગયું હોય એવુ લાગી રહ્યું છે. દર વર્ષે કેરીની સિઝનની સાથે ખાજની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે. સુરતીઓ ખજાનો રસ સાથે પણ ખાય છે. તો બીજી તરફ ચોમાસામાં પણ ખાજાનો ટેસ્ટ માણવાનું સુરતીઓ ભૂલતા નથી. આમ તો ખાજા એ ઓરિસ્સામાં જગન્નાથજીની ભગવાનને ચડતી એક મીઠાઈ છે. ખાજા મીઠા અને તીખા બે પ્રકારના આવે છે. સુરતમાં ખાસ કરીને સરસિયા ખાજા વધુ ખવાય છે.


વિદેશોમાં પણ સુરતી ખાજાની એટલી જ ડિમાન્ડ છે. વિદેશમાં રહેતા લોકો મેઈલ અથવા વોટ્સએપ પર ઓર્ડર આપે છે. ઓર્ડર મુજબ ખાજા બનાવીને 6 દિવસની અંદર પાર્સલ તેમના સુધી પહોંચી જતું હોય છે. આ ખાજા વિશિષ્ટ પ્રકારના રેપરમાં ભરવામાં આવે છે કે જેને લઈને તે 25 દિવસ સુધી સારા રહે. આ વર્ષે સાદા ખાજાની સાથે મેંગો ખાજા પણ તૈયાર કરવામાં આવ્યા છે. દુકાનદારો લોકોને ફ્રેશ ખાજા મળી રહે તે માટે ઓર્ડર મુજબ જ ખાજા બનાવીને આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube