ઝી બ્યુરો/સુરત: નકલી કસ્ટમર અધિકારી બનીને લોકોને ધાકધમકી આપી તથા સરકારી નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવનાર આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એરગન, કાર,એક આઈ કાર્ડ,એક "CSIC COMMANDO" લખેલ બે સ્ટાર વાળી વર્ડી, એક "C.S.I C * નો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર તથા બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ છ ગુના ઉકેલવામાં સફળતા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદ


ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવાન પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી રહ્યો છે અને તે પોતે બોગસ છે. હાલ તે વરાછા વિસ્તારમાં પડી રહ્યો છે પોલીસે બાદ વિના આધારે આ નકલી કસ્ટમ અધિકારીને ઝડપી પાડ્યો હતો . પોલીસ પૂછપરછ માં તેને પોતાનું નામ હિમાંશુ રાય જણાવ્યું હતું. હીમાંશુને પોતાને નાનપણથી આર્મીના ઓફીસર બનવાનુ સપનુ હતું અને લોકોમા રોફ જમાવવા સારૂ ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી " CENTRAL BOARD OF INDIRECT TAXES AND CUSTOMS" નુ બોગસ સર્ટી બનાવયુ હતું. 


ભરૂચમાં વકફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ! એક-બે નહીં, 8 ગુના નોંધાયા


સીનીયર ઈન્સપેકટર તરીકેનુ નકલી આઈકાર્ડ, યુનીફોર્મ અને આર્મીના સરકારી વાહનોમા ઉપયોગમા થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલીકીની અટીંગા ગાડીમા લગાડી જે નંબર પ્લેટની ઉપર આગળના ભાગે લાલકલરની "CRIME SURVEILLANCE AND INTELLIGENCE COUNCIL" વાળી પ્લેટ લગાવી છેલ્લા નવેક માસથી સુરતમા કીમ ખાતે રહતો હતો. સુરત શહેર વિસ્તારમા પોતાની પાસે રહેલ એર ગન સહિત તમામ વસ્તુનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્ષના સીનિયર ઈન્સપેકટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને અલગ-અલગ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. 


પેશાબ કરતા સમયે બળતરા થવા કે દુખવું UTIના લક્ષણ, તરત રાહત આપશે આયુર્વેદના આ ઉપાય


છેતરપીંડી થયેલા બનાવો


(૧) માર્ચ-૨૦૨૩ દરમ્યાન સુરત કામરેજ ખાતે રહેતા કાર્તિક રાવલને સીનીયર ઈન્સપેકટર તરીકેની ખોટી ઓળખ આપી દિલ્હીમા એરપોર્ટમાં સારી નોકરી આપવાના બહાને તેની પાસેથી રૂપિયા ૧,૧૫,૦૦૦/- પડાવી લીધેલ.


(૨) જુન-૨૦૨૪ દરમ્યાન કામરેજ ખાતે ''''અંબીકા ટ્રાવેલ્સ'''' નામથી ટ્રાવેલ્સનો ધંધો કરતા જમાલભાઈ હકુભાઈ કુરેશીને સીનીયર સેલ્સ ઇન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી તેઓ પાસેથી એક સ્લીપર બસ GJ-05-BT- 5004 અંબીકા ટ્રાવેલ્સ ભાડેથી લઈ બાદમાં ભાડા તથા ટેક્સના રૂપિયા ૬,૨૫,૦૦૦/- નહીં ચૂકવી તેઓ સાથે પણ છેતરપિંડી આચરેલ છે.


(૩) અંબીકા ટ્રાવેલ્સ ભાડેથી લીધેલ હોય તેમાં ડીઝલ ભરાવવા માટે કીમ સ્યાદલા ગામ ખાતે આવેલ 'મનીષા પેટ્રોલપંપ' ના માલિકને સેલ્સ ઇન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી અને રેઈડ કરવાની ધમકી આપી લકઝરીમાં 3.50 લાખનું ડીઝલ ભરાવેલ હતું.


(૪) સુરત દિલ્હી ગેટ ખતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા સોહેલ મામદાનીને સીનીયર ઇન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી DGFT લાઈસન્સ (ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે) કઢાવી આપવાના બહાને રૂપિયા ૨,૭૦,૦૦૦/- પડાવી લીધેલ છે.


(૫) સુરત સગરામ પુરા ખાતે રહેતઆ ફૈસલ શેખ તથા આમીન શેખને પોતે સીનીયર ઈન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી દિલ્હીમા એરપોર્ટમા સારી જોબ આપવાના બહાને ફેઝલ શેખ પાસેથી રૂપિયા ૩૭,૦૦૦/- તથા આમીન શેખ પાસેથી રૂપિયા ૯૦,૦૦૦/-પડાવી લીધેલ છે. 


(૬) ગોવામાં ખાતે રહેતા વીનીકેશભાઈ અને પત્નીને ગોવા એરપોર્ટ પર સારી નોકરી આપવાના બહાને તેની પાસેથી પણ રૂપિયા ૨૫,૦૦૦/- પડાવી લીધેલ. 


ગુજરાતમાં આ રોગોથી હાહાકાર! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, રોજ 700..


આ કામે પકડાયેલ આરોપીએ અગાઉ ગોવા તથા દિલ્હી ખાતે રહેતો હતો તે દરમ્યાન અલગ અલગ कन्यामेथी " CENTRAL BOARD OF INDIRECT TAXES AND CUSTOMS" नु બોગસ સર્ટિ બનાવી..સીનીયર ઈન્સપેકટર તરીકેનુ નકલી આઈકાર્ડ, યુનીફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમા થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલીકીની અટીંગા ગાડીમા લગાડી જે નંબર પ્લેટની ઉપર આગળના ભાગે લાલકલરની "CRIME SURVEILLANCE AND INTELLIGENCE COUNCIL" વાળી પ્લેટ લગાવી છેલ્લા નવેક માસથી સુરત શહેર વિસ્તારમા પોતાની પાસે રહેલ એર ગન તથા બોગસ બનાવેલ આઈકાર્ડ, યુનીફોર્મ અને આર્મીના સરકારી વાહનોમા ઉપયોગ થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલીકીની અર્ટીગા ગાડીમા લગાડી નો જે તમામ વસ્તુનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્ષના સીનાયર ઈન્સપેકટરની ખોટી ઓળખ આપી કરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતો હતો.