આ શું થવા બેઠું છે! સુરતમાં પિતા-પુત્રએ પરણીતાને દારૂ પીવડાવી હાથ પગ બાંધી આચર્યું દુષ્કર્મ
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી 49 વર્ષીય પરિણીતાએ તેના પતિના મિત્રને વેપાર ધંધા માટે બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે પૈસા પરિણીતાએ પરત માંગતા તેણીને પૈસા લેવાના બહાને ઘરે બોલાવી હતી.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં પિતા પુત્ર એ પરણીતાને દારૂ પીવડાવી હાથ પગ બાંધીને બલાત્કાર ગુજાર્યો છે. પરણીતાના લેવાના પૈસા નીકળતા પૈસા લેવા ઘરે બોલાવી હતી. પરિણીતા ઘરે જતા ઘરમાં હાજર પિતા-પુત્રએ તેને ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને વારાફરતી પિતા-પુત્રએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો.
રામ રાખે તેને કોણ ચાખે, સુરતમા બ્રિજ પર બાઈક અકસ્માતનો VIDEO તમારા ધબકારા વધારી દેશે
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી 49 વર્ષીય પરિણીતાએ તેના પતિના મિત્રને વેપાર ધંધા માટે બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે પૈસા પરિણીતાએ પરત માંગતા તેણીને પૈસા લેવાના બહાને ઘરે બોલાવી હતી. પરિણીતા ઘરે જતા ઘરમાં હાજર પિતા-પુત્રએ તેને ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને વારાફરતી પિતા-પુત્રએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાદમાં પરિણીતાએ ઘરે આવી પતિને સઘળી હકીકત જણાવી હતી. આ મામલે આખરે પરિણીતાએ મહિધરપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, ગુજરાતમાં શિયાળાને લઇને અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી
લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેના પતિ 1996માં ગણપતિની મુર્તિ વેચાણ કરતા હતા તે વખતે શિવકુમાર કિશન પારકરએ મિત્રતા થઈ હતી. ત્યારબાદ શિવકુમારે પરિણીતાને વાતોમાં ફસાવી તેની પાસેથી ધંધો કરવા માટે 2 લાખ ઉછીના લીધા હતા. લાંબો સમય થતા પરિણીતાએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા શિવકુમાર ગત તા 17 સપ્ટેમ્બર 2015ના રોજ પરિણીતાના ઘરે ગયો હતો. તે વખતે પરિણીતાનો ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી ચપ્પુ બતાવી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. ગત તા 26 ઓક્ટોબર 2015ના શિવકુમારે તેના કતારગામ દરવાજા કાજીપુરા ખાતે આવેલા ઘરે બળાત્કાર કર્યો હતો.
વધુ એક હૃદય ધબકારો ચૂક્યો! પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવકને હાર્ટ એટેક
ગત તા 18 જાન્યુઆરી 2021ના રોજ ઉઘરાણી કરતા જતા શિવકુમાર અને તેના પુત્ર વેદાંતે વારાફરતી બળાત્કાર કર્યો હતો. આખરે બનાવ અંગે પરિણીતાએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે શિવકુમાર પારકર અને તેના પુત્ર વેદાંત પારકર સામે ગુનો દાખલ કરી શિવકુમારને ઝડપી પાડ્યો છે જયારે તેના પુત્ર વેદાંતની શોધખોળ હાથ ધરી છે.
અમિત ચાવડાના નિવેદનથી રાજનીતિમાં ગરમાવો,'ભાજપમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય'