ચેતન પટેલ/સુરત: સુરતના પુણા વિસ્તારમાં પ્રેમીની સામે જ ચાર નરાધમો દ્વારા યુવતી પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં ત્રણ આરોપીઓની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી શાકભાજીના પોટલાં ઉચકવાનું કામ કરે છે. હજુ એક આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આરોપીઓ પૈકી એકે પોલીસ ધરપકડ ન કરે તે માટે માથાના વાળ કપાવી નાખ્યા હતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે મોડીસાંજે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી. બંને મોડીસાંજે દેવધ રઘુવીર માર્કેટથી કુંભારીયા ગામ જતા રોડ પર બાઈક પર બેઠા હતા આ સમયે ચાર અજાણયા ઈસમો તેમની પાસે આવ્યા હતા અને તેઓએ બંનેને ધમકાવી ચાલતા ચાલતા નજીકમાં કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં યુવતીના પ્રેમીને માર મારી તેને દોરડાથી બાંધી દીધો હતો અને બાદમાં તેની નજર સામે જ પાંચેય નરાધમોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. 



બનાવને પગલે પુણા પોલીસે ચાર નરાધમો સામે ગેંગરેપનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ સંપૂર્ણ રીતે બ્લાઇન્ડ હતો. પરંતુ સીસીટીવી અને ફરિયાદી દ્વારા આપવામાં આવેલી વિગત આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદી એ આપેલી વિગત બાદ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. આરોપી વિકાસની ધરપકડ ન થાય અને ઓળખ છુપાવવા માટે પોતાના માથાના વાળ કપાવી નાખ્યા હતા. 22 વર્ષોય વિકાસ યાદવ મૂળ બિહારનો વતની છે અને સુરત ખાતે શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે.


બીજો આરોપી 25 વર્ષીય ગોપાલ મનના છે, જે મૂળ સુરતનો છે અને એ પણ શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે. ત્રીજો આરોપી જીતેન્દ્ર યાદવ છે, જે મૂળ બિહારનો રહેવાસી છે અને અહીં બંને આરોપીઓ સાથે સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ઉચકવાનો કામ કરે છે. પોલીસ પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ રાત્રિ દરમિયાન કુંભારીયા ગામથી દવધ તરફ ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે આ બંને પ્રેમીપ્રેમિકા તેમને નજરે આવ્યા હતા. 


તેઓએ એકાંતનો લાભ ઉઠાવી બંનેને ધાક ધમકી આપી હતી અને આરોપી દીપક યાદવ એ તેઓની પાસે ગળે પહેરવાના ગમછાથી છોકરાનું ગળું દબાવી દીધું હતું. જ્યારે વિકાસે યુવકના માથાના પાછળના ભાગે મારી ત્યાં આગળ પડેલ દોરાથી હાથ બાંધી દઈ સૌપ્રથમ વિકાસ યુવતીને કેળાના ખેતરમાં લઈ જઈ તેને ધાક ધમકી આપી દુષ્કર્મ આચાર્યું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ તેની સાથે આ ઘટનાને અંજામ આપ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે યુવતીએ પોલીસને આપેલી માહિતીમાં શરૂઆતમાં તેના પ્રેમીને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ બાદમાં પોલીસે કડક વલણ અપનાવતા સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું થયુ કે, ત્રણ મહિના પહેલા એક અજાણયા નંબર પરથી ફોન આવ્યો હતો અને બાદમાં તેમાંથી બંને વાત કરતા થયા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને અવારનવાર મળતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube