ચેતન પટેલ/સુરત: સિંગણપોર વિસ્તારમાં બે બહેનોને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચરનાર મામાના દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી પિતરાઈ ભાઈએ પીડિતાઓને બીભત્સ ફોટા પણ પાડી લીધા હતા અને તે ફોટા પીડિતાના પિતાને મોકલી 10 લાખની ખંડણી પણ માંગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નના ગીતો મરસિયામાં ફેરવાયા! જાનમાં જવા ટેમ્પો લઈને નીકળ્યા પણ અર્થીમાં પાછા આવ્યા


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી બે બહેનો પર પિતરાઈ ભાઈએ ધાકધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું. સૌ પ્રથમ નાની બહેનને પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં અશ્લીલ ફોટા પાડી અવાર નવાર તેણીને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહી ત્યારબાદ આરોપીએ મોટી બહેનને પણ ફોટા બતાવી ધાક ધમકીઓ આપી હતી અને અવાર નવાર તેણીને પણ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જેમાં યુવતીની મોટી બહેનના લગ્ન થઈ ગયેલા છે.


BIG NEWS : ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત, સરકાર કાયદો બનાવશે 


અઠવાડિયા પહેલા પણ યુવતીને આરોપીએ મિત્રના ઘરે બોલાવી ફુલહાર પહેરાવી ફોટો પાડી લીધા હતા. આરોપીએ રૂપિયા પડાવવા વિવિધ નંબરથી યુવતી અને તેની બહેનના ફોટો પિતાને મોકલી રૂપિયા પડાવવાનો પ્લાન હતો. આ પહેલા યુવતીએ પોલીસ પાસે પહોંચી જતા મામાના દીકરાનો ભાંડો ફુટી ગયો હતો. પોલીસે 23 વર્ષની યુવતીની ફરિયાદ લીધી છે. 


બસ કંડક્ટરને એક રૂપિયો ભારે પડ્યો, પેસેન્જર્સને રિટર્ન ન આપતાં કોર્ટે આપ્યો આ ચૂકાદો


પોલીસે 28 વર્ષીય મામાના દીકરા સામે બળાત્કાર, ખંડણી અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે મામાનો દીકરો છેલ્લા 7 વર્ષથી બહેનોને બ્લેકમેલીંગ કરતો હતો. આ ગુનાનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.