ઝી બ્યુરો/સુરત: સુરત શહેરમાંથી ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ ડુપ્લીકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ છે. સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચાલી રહી છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી મેડીકલ કોર્સ ચલાવાઇ રહ્યા છે. એક જ દુકાનની અંદર છ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. મેડિકલ હોસ્પિટલો બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટયૂટ, સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગલોર મોકલાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલે વ્યક્ત કરી આ બે સંભાવનાઓ; જો એવું થયું તો ભરશિયાળે ગુજરાતનું આવી બનશે!


ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાત ચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. પેરા મેડિકલ કાઉન્સિલના હેલ્પલાઇન નંબર પર પણ આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચલાવી ન શકાય તેવું સ્વીકાર્યું, સુરતના પુણા પાટિયા ખાતે આવેલા લા સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યું છે. 


દૈનિક રાશિફળ 21 નવેમ્બર: નવા કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ, સ્વાસ્થ્ય સારું રહેશે


બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, વિદ્યાર્થીઓ પાસે ફી પણ લેવાઈ રહી છે. વિદ્યાર્થીઓ બેંગ્લોર પરીક્ષા આપવા જતા હોવાનું પણ સ્વીકારતા હોવાનો વિડિયો સામે આવ્યો છે, ગુજરાતમાં G.N.M એટલે કે નર્સિંગ માટેના માન્યતા આપેલ કોર્સ ચલાવતી ઇન્સ્ટિટયૂટના લિસ્ટમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું કોઈ જ નામ નથી. 


24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશે