તેજસ મોદી/ સુરત: શહેરના સચિન જીઆઈડીસીમાં 4 વર્ષની બાળકી સાથે બળાત્કારના કેસમાં સુરતની પોસ્કો કોર્ટે ઇતિહાસ રચ્યો છે. ઘટનાની માત્ર 5 દિવસમાં જ ટ્રાયલ પુરી કરીને આરોપીને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારવામાં આવી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે સુરત કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું. તા. 12-10-2021 નવરાત્રીના સમયે સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી એક બાળકી મળી આવી હતી. ઘટના બન્યાને એક જ મહિનામાં ચુકાદો આવી ગયો છે. 13 ઓકટોબરના રોજ 39 વર્ષના આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની પોલીસે ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિના દિવસોમાં ગત મહિને 12 ઑક્ટોબરે સચિન GIDC નજીક હનુમાન ઉર્ફે અજય નિશાદ (39) 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી હતી. આરોપી ગત મહિને ટિફિન લઈને કામ પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે 9 વાગ્યાની આસપાસ તેણે પીડિત બાળકીને અન્ય બાળકો સાથે ઘરની બહાર રમતા જોઈને તેની દાનત બગડી હતી અને બાળકીને લાલચ આપીને લઈને જઈને થોડે દૂર ઝાડી-ઝાંખરામાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને ત્યાંજ રડતી છોડીને પોતાના ઘરે પહોંચી ગયો હતો. બાળકીની મેડિકલ તપાસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.


ચેતી જજો: દિવાળી બાદ ત્રીજી લહેરના ભણકારા! અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો

તમને જણાવી દઈએ કે, તા.23-24 ઓક્ટોબરના રોજ આખી મેટર તૈયાર કરી તા.25/10/2021 ના રોજ કેસમાં ચાર્જ તથા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. અને 26-27 ઓક્ટોબરના રોજ કેસના સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. આ કેસમાં ફરિયાદપક્ષે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.


સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આપ્યા મોટા સંકેત 


સુરત સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, ઇ.પી.કો.ક.307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઇ.પી.કો.ક.323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ,ઇ.પી.કો.ક.376-એ-બી ગુન્હા સબબ આજીવન અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube