ચેતન પટેલ/સુરત: આઈસ્ક્રીમના શોખીનો માટે ખુશખબર મળી રહ્યા છે, કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે અવનવી આઈસ્ક્રીમ અને ઠંડાપીણાનું સેવન કરતા હોય છે. ત્યારે સુરતમાં હવે વ્હીસ્કી ફ્લેવરની આઈસ્ક્રીમની મજા માણી શકાશે. ગરમીથી લોકો રાહત મેળવવા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. વિક્રેતાઓ લોકોની પસંદગીને જોતા બજારમાં વહીસ્કી, આદુ, મરચાનો પણ આઈસ્ક્રીમ બનાવ્યો છે. લોકો વહીસ્કી આઈસ્ક્રીમની પાછળ જબરદસ્ત ઘેલા છે. જેના કારણે લોકો વ્હીસ્કી આઈસ્ક્રીમ ખાવા દૂર દૂરથી આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદુ, મરચાનો આઈસ્ક્રીમ 
આદુ, મરચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ દુકાનદાર લીલા મરચા લે છે ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લે છે. બાદમાં ન્યૂટેલા નાખ્યા બાદ તેના પર મિલ્ક ક્રીમ નાખીને આ બધાને એક સાથે મિક્ષ કરીને તેના રોલ તૈયાર કરે છે. મજાની વાત એ છે કે દુકાનદાર ચિલી આઈસક્રીમ રોલને સર્વ કર્યા પહેલા તેની ઉપર કાચા લીલા મરચાની ટોપિંગ પણ કરે છે. 


કેટલો આલ્કોહોલિક છે આ આઈસક્રીમ?
રમ અને વ્હિસ્કી ફ્લેવર્ડ આઈસ્ક્રીમના દરેક ટબમાં 0.5 ટકાથી પણ ઓછો ઓલ્કોહોલ ઉપયોગમાં લેવાયો છે. આ આઈસ્ક્રીમના એક બોક્સની કિંમત લગભગ 500 રૂપિયા છે. આઈસ્ક્રીમ અને આલ્કોહોલનું આ કોમ્બિનેશન બંને ફ્લેવર્સના નાના-નાના ટબમાં પણ ઉપલબ્ધ છે. આ અગાઉ 2020માં લોન્ચ કરાયેલા હેગન ડેઝ(Häagen-Dazs) બ્રાન્ડનું સ્પિરિટ કલેક્શન પણ ખુબ હિટ રહ્યું હતું. આ આઈસક્રીમ 'આલ્કોહોલિક' છે એટલે તેને 'એડલ્ટ આઈસ્ક્રીમ' પણ કહેવામાં આવી રહ્યો છે. 


એડલ્ટ આઈસ્ક્રીમ
થોડા સમય પહેલા બજારમાં આઈસક્રીમ બ્રાન્ડમાં મોટું નામ ગણાતી કંપની હેગન ડેઝ (Häagen-Dazs) એ એક એવો આઈસક્રીમ બનાવ્યો છે કે જેને સ્વાદના રસીયાઓ ચોક્કસપણે ટ્રાય કરવા ઈચ્છશે. આઈસ્ક્રીમની આ ફ્લેવર ખાસ કરીને એડલ્ટ્સ માટે બનાવવામાં આવી છે. કારણ કે આ આઈસક્રીમ મોઢામાં જતા જ તમને અલગ જ ખુમારી મહેસૂસ થશે. 


શું છે આ એડલ્ટ આઈસ્ક્રીમ?
Daily Mail ના એક રિપોર્ટ મુજબ હેગન ડેઝે બજારમાં આઈસ્ક્રીમની 2 નવી ફ્લેવર તૈયાર કરી છે. કંપનીએ આ ફ્લેવર્સમાં આલ્કોહોલનો ઉપયોગ કર્યો છે. આ રસપ્રદ આઈસ્ક્રીમ ફ્લેવર આ મહિને જ લોન્ચ થઈ જશે. કંપનીએ પોતાના કોઝી  કોકટેલ કલેક્શન(Cozy Cocktail Collection હેઠળ ફક્ત મોટા (Adults) માટે આ ફ્લેવર્સ રજુ કરી છે. 


આઈસક્રીમ  ખાતા જ કઈક આવું મહેસૂસ થશે
આ આલ્કોહોલિક આઈસક્રીમના એડલ્ટ ઓનલી ફ્લેવર્સ (adults-only flavors) ને લંડનના કોકટેલ વીકના અવસરે લોન્ચ કરાઈ રહી છે. આ કોકટેલ વીકમાં રમ સોલ્ટેડ કેરેમલ એન્ડ બિસ્કિટ (Rum Salted Caramel and Biscuit)  અને આયરિશ વ્હિસ્કી એન્ડ ચોકલેટ વેફલ (Irish Whiskey and Chocolate Waffle) નામના 2 ફ્લેવર્સ લોન્ચ કરાઈ રહ્યા છે. કંપનીનું કહેવું છે કે આ બંને આઈસક્રીમ ખાતા જ લોકોને હળવી ખુમારી મહેસૂસ થશે. પરંતુ તેઓ નશામાં તો જરાય નહીં હોય.