DJના ઘોંઘાટમાં દબાઈ ગઈ બાળકીની ચીસો, નવા વર્ષની રાતે નરાધમે આચર્યું દુષ્કર્મ! સુરતમાં સામે આવ્યો દામિની ફિલ્મ જેવો કિસ્સો!
માતાએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ ખોલ્યો નહોતો. આખરે મહિલાઓએ દરવાજો તોડતા અંદર જ અકબર ઉસ્માન રાયે દરવાજો ખોલ્યો હતો. જોકે ત્યાં સુધીમાં નરાધમ અકબર ઉસ્માન રાયે બાળકીને રૂમમાં ગોંધીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી.
ચેતન પટેલ/સુરત: રાજ્યમાં બાળકીઓ હવે સુરક્ષિત નથી. ત્યારે સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ન્યૂ યર સેલિબ્રેશન વચ્ચે એક બાળકી'ની ચીસો દબાઈ હતી. નવા વર્ષે DJના ઘોંઘાટ વચ્ચે ચાર વર્ષની બાળકી પીંખાઈ રહી હતી. જેમાં મિત્રના ઘરે જ હેવાને ચાર વર્ષની બાળકીને પીંખી નાંખી હતી. પિતરાઈ બહેનને બોલાવવા નીકળેલી માસૂમને હવસખોરે રૂમમાં ખેંચીને દુષ્કર્મ આચર્યું હતું. માતાને સમગ્ર ઘટના અંગે ખબર પડતાં જ નરાધમને પોલીસ હવાલે કર્યો હતો. આ કેસમાં અમરોલી પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે 1લી જાન્યુઆરી એટલે કે નવા વર્ષના રોજ સુરતમાં એક ચાર વર્ષની માસૂમ બાળકી અને પત્ની ઘરમાં એકલા હતાં. ત્યારે અચાનક બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જોકે કલાકો સુધી શોધખોળ કરતા બાળકીનો અત્તો પતો ન મળ્યો નહોતો. પરંતુ તેમના ફ્લેટમાં રહેતા એક વ્યક્તિના ઘરમાં મહેમાન તરીકે આવેલા અકબર ઉસ્માન રાય (ઉં.વ.30 ૨હે, વડોદરા, મૂળ તકિયા મહોલ્લો મળીબાર ભભૂવા બિહાર) ઘરમાં ખેંચી ગયો હોવાનું જણાવતાં માતા તાત્કાલિક તેના ઘરે દોડી ગઈ હતી.
'મુજકો રાણાજી માફ કરના...!' પતિ સાથે સમાધાન કરાવવાની આડમાં જીજાજી સાળીને દબાવતા હતા! પોલીસ પણ ચોંકી ગઈ
માતાએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ ખોલ્યો નહોતો. આખરે મહિલાઓએ દરવાજો તોડતા અંદર જ અકબર ઉસ્માન રાયે દરવાજો ખોલ્યો હતો. જોકે ત્યાં સુધીમાં નરાધમ અકબર ઉસ્માન રાયે બાળકીને રૂમમાં ગોંધીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. બાળકીને ચૂંથાયેલી હાલતમાં જોઈ કંઈક અજૂગતું થયું હોવાની આશંકાને લઈ માતાએ બૂમાબૂમ કરી દીધી હતી.
આ ઘટનામાં ચાર વર્ષની બાળકીને નવા વર્ષે પીંખનાર આરોપીનું નામ અકબર ઉસ્માન રાય છે. આ નરાધમ વડોદરામાં પાનના ગલ્લામાં નોકરી કરે છે. જે ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરત આવી ઉધનામાં રોકાયો હતો. આ શખસ નવા વર્ષે કોસાડ આવાસમાં રહેતા તેના મિત્ર હેમંતને મળવા માટે આવ્યો હતો. જોકે ઘટના સમયે હેમંત બિલ્ડિંગમાં અન્ય ઘરમાં જન્મદિવસની રાખેલી પાર્ટીમાં ગયો હોવાથી અકબર ઉસ્માન રાય તેના ઘરમાં એકલો હતો અને આ અવસરનો ફાયદો ઉઠાવીને તેણે માસૂમ બાળકીને રૂમમાં ખેંચી દુષ્કર્મ આચર્યું હતું.
ઉત્તરાયણ પહેલાં પાડોશીએ બાજુમાં રહેતી કિશોરીને ધાબુ ધોવા બોલાવી, અને નળ બંધ હોવાનું કહીને પછી...
નોંધનીય છે કે આ ઘટનામાં પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકબર ઉસ્માન રાય સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube