સંદીપ વસાવા/માંગરોળ: સુરતમાં લોકોએ જનતા રેડ કરી છે. ઓઈલના ગોડાઉન સ્થાનિકો એ રેડ કરી હતી. છેલ્લા બે મહિનાથી રાત્રી દરમ્યાન તીવ્ર દુર્ગંધ અને આંખોમાં બળતરાના કારણે લોકોએ હેરાન પરેશાન હતા. રાત્રી દરમ્યાન ગોડાઉન ધમધમતા ઝડપી પડ્યું હતું. પોલીસ તેમજ જી.પી.સી.બી વિભાગને જાણ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંડવો અને પાણીપુરી વચ્ચે શું છે કનેક્શન? જાણો પાણીપુરી કેવી રીતે આવી અસ્તિત્વમાં


સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. અનેક વખત પોલીસ તેમજ સ્થાનિકો દ્વારા છાપેમારી કરવાના ઘટના સામે આવતી હોય છે. પરંતુ હજી કેટલાક કેમિકલ માફિયાઓ વધુ પૈસા કમાવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મુક્તા હોય છે. ત્યારે વધુ એક વખત ગ્રામજનોએ છાપેમારી કરી ગેરકાયદેસર રીતે ધમધમતા ઓઇલના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. 


અંબાલાલ પટેલે આગાહી કરતા કહી દીધું : જુલાઈ જવા દો, ઓગસ્ટ તો એના કરતા ભારે જશે


માંગરોળના લિંડિયાત ગ્રામજનો છેલ્લા બે મહિનાથી રાત્રી દરમિયાન તીવ્ર દુર્ગંધ તેમજ તેમજ આંખોમાં થતા બળતરાના કારણે હેરાન પરેશાન હતા. તીવ્ર દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યારે ગતરોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ફરીથી તીવ્ર દુર્ગંધ આવતા તે દિશામાં તપાસ હાથધરી હતી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક શંકાસ્પદ બંધ હાલતમાં ગોડાઉન મળી આવ્યું હતું. કોઈને શંકા જાય તે માટે ગોડાઉનની ચારેય તરફ ઉંચી દીવાલો બનાવી કોર્ડન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો હેમખેમ પ્રકારે ગોડાઉન માં પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને પોલીસ તેમજ જી.પી.સી.બી વિભાગને જાણ કરવામાં આવી હતી. 


મોડાસામાં માતમ છવાયો : 20 વર્ષના યુવકને ક્રિકેટ રમતા આવ્યો હાર્ટએટેક


મહત્વનું છે કે ગોડાઉન અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ગડાઉન માંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. તેમજ મોટી માત્રામાં ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ગોડાઉનમાં અંદર એક અંદર ગ્રાઉન્ડ ટાંકી બનાવવમાં આવી હતી. જેના અંદર વિવધ પ્રકારના ઓઇલ ભેગા કરીને એક અલગ પ્રકારનું ઓઇલ બનાવવમાં આવતું હતું. જ્યારે મીડિયાની ટીમ સ્થળ પહોંચી ત્યારે ગોડાઉન સંચાલક સ્થળ પર મળી રહ્યા હતાં. 


Mission Impossible 7: ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલે ચોથા દિવસે બનાવ્યો રેકોર્ડ


તેઓને આ અંગે પૂછ પરછ કરવામાં આવતા તેઓને પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કોઈ કેમિકલ નથી પણ ઓઇલ છે. આ ઓઇલથી કોઈ નુકશાન થતું નથી. આ ફર્નિશ ઓઇલ છે. ડામર તેમજ એલ્યુમિનિયમના બળતરના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ મારે કોઈ પરમિશન લેવાની હોતી નથી. ત્યારે સ્થળ પર પહોંચેલા ગ્રામના તલાટી પણ શું કહી રહ્યા તે પણ સાંભળો.


વરસાદ અને વન-ડે મેચ વચ્ચે શું છે કનેક્શન? જાણો કેવી રીતે થઈ વન-ડે ક્રિકેટની શરૂઆત