કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ 15% દર્દીઓમાં જોવા મળી આ ગંભીર બિમારી, ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓમાં સૌથી વધુ ચિંતા
કોરોના વાઈરસ કેટલાકક કેસમાં મગજના અમુક ભાગમાં ગંભીર ફેરફાર કરે છે. થાક લાગવો, અશક્તિ, લાંબા સમય સુધી ખાંસીની ફરિયાદ રહે છે. 15 ટકા દર્દીઓમાં લાંબો સમય સુધી ખાંસીની તકલીફ જોવા મળી રહી છે.
ઝી ન્યૂઝ/સુરત: કોઈ વ્યક્તિ કે જેને કોવિડ-19 રોગ થાય છે, તેના માટે સ્વસ્થ થવામાં ઘણો સમય લાગે છે. આ લોકોને માત્ર શ્વાસની તકલીફનો, થાક કે કોવિડ-19ના કારણે અન્ય શારીરિક અસરોનો જ સામનો કરવાનો હોતો નથી પરંતુ તેમણે આ રોગની મનોવૈજ્ઞાનિક અસર સાથે પણ કામ પાર પાડવું પડે છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસને માત આપનારા અંદાજે 15 ટકા દર્દીઓમાં લાંબા સમય સુધી ખાંસીની ફરિયાદ જોવા મળી રહી છે. આ ખાંસી આપોપાસ સાજી થઈ જતી હોવાનું તબીબોનું કહેવું છે, પરંતુ તેની પાછળ ઘણો સમય લાગે છે. કોરોના થયા બાદ કેટલાક કેસમાં ફેફસાંના અમુક ભાગ કઠણ કે કડક (ફાયબ્રોસિસ) થવાથી ખાંસી લાંબો સમય સુધી આવે છે. ઘણી વખત શ્વાસની મુખ્યનળીમાં સોજો (બ્રોન્કાઈટીસ) થાય છે. પરિણામે ખાંસી લાંબો સમય સુધી જોવા મળે છે. ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓમાં ઓમિક્રોનના દર્દીની તુલનાએ ફરિયાદ વધુ છે.
અમેરિકન સાયકોલોજીકલ એસોસીએશન (એપીએ)નો અભ્યાસ કે જે લાન્સેટ ન્યુરોલોજીમાં જુલાઈ 2020માં પ્રકાશિત થયો છે તેમજ અન્ય એક અભ્યાસ લાન્સેટ સાઈકિયાચ્રરી જૂન 2020માં પ્રસિદ્ધ થયો છે, તેના અનુસાર, જેમને હળવાથી મધ્યમ પ્રકારના કોવિડ-19ના લક્ષણો રહ્યા છે તેમણે આ રોગ દૂર થયા પછી માનસિક રીતે થતા શરીરનાં ફેરફારોનો સામનો કરવો પડી રહ્યો છે.
મગજના અમુક ભાગમાં ફેરફાર
કોરોના વાઈરસ કેટલાકક કેસમાં મગજના અમુક ભાગમાં ગંભીર ફેરફાર કરે છે. થાક લાગવો, અશક્તિ, લાંબા સમય સુધી ખાંસીની ફરિયાદ રહે છે. 15 ટકા દર્દીઓમાં લાંબો સમય સુધી ખાંસીની તકલીફ જોવા મળી રહી છે.
PFT કરાવવી જ જોઈએ
કોરોના પછી શ્વાસની મુખ્ય નળીમાં સોજો અને ફેંફસાના અમુક ભાગ કઠણ થવાને લીધે સતત ખાંસી આવે તો પીએફટી (પ્લમનરી ફંક્શન ટેસ્ટ) કરાવી સારવાર લે..
આપોઆપ સારું થાય છે.
અસ્થમા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક દર્દીને સતત ખાસી આવે છે. ઘણા કેસમાં શ્વાસ ચઢી જાય છે. જોકે, આ તકલીફ છથી આઠ મહિના દરમિયાન સારી થઈ જાય છે. કોઈ દર્દીને આ પ્રકાની તકલીફ હોય તો તબીબી સલાહ લેવી હિતાવહ છે.
ઉલ્લેખનીય છે કે, માથું દુઃખવું અને ચક્કર આવવા ઉપરાંત કેટલીક ઉદ્દભવીત ક્ષમતાઓ જેમકે ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતામાં ઘટાડો, ઓળખ કે યાદશક્તિ સંબંધિત ક્ષમતા તેમજ બ્રેઈન ફોગ (સ્પષ્ટ વિચારક્ષમતા)ને લગતી સમસ્યા પણ થઈ શકે છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના કહેવા પ્રમાણે આવી તકલીફો સમયની સાથે (થોડા સપ્તાહો અથવા ક્યારેક થોડા મહિનાઓમાં) તમે જેમ જેમ સ્વસ્થ થવા લાગો એટલે દૂર થઈ શકે છે પરંતુ કેટલાક લોકો માટે આ મુશ્કેલીઓ લાંબા સમય સુધી યથાવત્ રહી શકે છે. આવી મુશ્કેલીઓથી તમારી રોજિંદી પ્રવૃતિઓ પર, વ્યવસાયિક જીવન અને સંબંધો પર જેમ જેમ તમે સ્વસ્થ થતા જાઓ તેમ તેમ પણ અસર યથાવત્ રહી શકે છે. આથી, તમારે અને તમારા પરિવારજનોએ આ મુશ્કેલીઓને ગંભીરતાથી લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube