ચેતન પટેલ/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચરપાર્ક પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતી વખતે એક બે વર્ષીય દીકરી પિતાના ખોળામાં બેસી હતી અને પિતા ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. આ દરમ્યાન અકસ્માતે દીકરી નીચે પટકાઈ હતી અને તેના માથા પરથી ટ્રેક્ટર ફરી વળ્યું હતું. બીજી તરફ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે આ ઉનાળુ પાકોની થશે ખરીદી, સરકારે આ કારણે લીધો નિર્ણય


મૂળ મધ્યપ્રદેશનના વતની અને હાલમાં સરથાણા નેચરપાર્ક અંદર બનાવવામાં આવેલા મકાનમાં રહેતા સુરેશ સુરમલ સિંગાડીયા પત્ની અને ૨ વર્ષીય દીકરી પ્રિયંકા અને ૩ માસની દીકરી સાથે રહે છે અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં સરથાણા નેચર પાર્કની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યાં સુરેશભાઈ પોતાની બે વર્ષીય દીકરીને ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા.


9 માર્ચે PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, અ'વાદમાં નિહાળશે ક્રિકેટ મેચ, જાણો કાર્યક્રમ


આ દરમ્યાન તેઓની દીકરી રમતા રમતા અકસ્માતે નીચે પટકાઈ હતી આ દરમ્યાન ટ્રેક્ટર બાળકીના માથા પરથી ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું.


એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?


બીજી તરફ ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ બાળકીને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.