સુરત: આજકાલ રાજ્યમાં અજીબો ગરીબ કિસ્સા નોંધાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જે સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પલસાણા તાલુકાના હરિપુરા ખાતે એક પિતાએ પોતાના પુત્રને બળજબરી પૂર્વક ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. બાળક પોતાની બહેન સાથે મધરેસા જઈ રહ્યો હતો એ દરમ્યાન કાર લઈને આવેલા પિતાએ બાળકને બળજબરી પૂર્વક કારમાં બેસાડી ફરાર થઇ ગયો હતો. બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.


ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે પવન? પતંગ રસિયાઓ માટે આ આગાહી જાણી લેજો, નહીંતર...


પલસાણાના હરિપુરા ખાતે રહેતી સાલેહા શાહ નામની યુવતીના માંગરોળ તાલુકાના વાસરાવી ખાતે રહેતા રિયાઝ નામના યુવક સાથે લગ્ન થયા હતા અને લગ્ન થકી સંતાનમાં દંપતીને એક દીકરો અને એક દીકરી થયા હતા. જોકે છેલ્લા કેટલાક મહિનાથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા છેલ્લા બે માસથી સાલેહા શાહ પોતાના બંને બાળકો સાથે હરિપુરા ખાતે પોતાના માતા પિતા સાથે રહેતી હતી.


ગુજરાતના યાત્રાધામો પર વરસી ભૂપેન્દ્ર પટેલ સરકાર, વિકાસ પાછળ ધૂમ રૂપિયા ખર્ચશે


ગઈ કાલે બંને બાળકો સવારના સમયે મધરેસા ખાતે પઢવા માટે જઈ રહ્યા હતા. દરમ્યાન મારુતિ સ્વીફ્ટ કાર લઈને આવેલા પિતાએ પહેલા દીકરા દીકરી સાથે વાત કરી હતી. પરંતુ દીકરી ત્યાંથી ભાગી જઈ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે માતા ત્યા પહોંચે તેપ્હેલાં બાળકના પિતાએ બાળકને બળજબરી ગાડીમાં બેસાડી ત્યાથી ફરાર થઇ ગયો હતો.


ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે


જોકે ગામના મુકેલા cctv માં બાળકને લઇ જતા અને કાર પાછળ દોડતી હોઈ એવા દ્રશ્યો કેદ થયા હતા. સમગ્ર ઘટના ને લઈ માતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે સમગ્ર ઘટના બાબતે પોલીસે બળજબરી પૂર્વક બાળકને લઇ જતા પિતા રિયાઝ શાહને કલમ 151 મુજબ ગુનો દાખલ કરી અટક કરી હતી અને ત્યાર બાદ યુવતીએ નોંધાવેલા 498 ના ગુનાને લઇ કોર્ટમાં મોકલ્યા હતા.