આ યુવકનું જબરું દુર્ભાગ્ય! એક જ મહિનામાં કૂતરાએ ઉપરા છાપરી બનાવ્યો ભોગ, આખરે આવ્યું મોત
સુરતમાં 28 વર્ષીય રાજનને શ્વાને બચકાં ભર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્વાને એક મહિનામાં બે વાર રાજનને બચકા ભર્યા હતા. શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. ત્યારબાદ તેણે સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં દિવસને દિવસે શ્વાનના હુમલાના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એકસાથે 3 બાળકો પર હુમલો કર્યો છે. જેમાંથી બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. ઓલપાડના કન્યાસી ગામની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
2 ટુરિઝમ એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો, દિલ્હીમાં ફરી એકવાર વાગ્યો ગુજરાતનો ડંકો
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 28 વર્ષીય રાજનને શ્વાને બચકાં ભર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્વાને એક મહિનામાં બે વાર રાજનને બચકા ભર્યા હતા. શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. ત્યારબાદ તેણે સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
5 વર્ષ જૂના કેસમાં જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 નિર્દોષ જાહેર, જાણો શુ હતો કેસ
ફેબ્યુઆરીમાં પ્રથમ વાર અને આઠ દિવસ અગાઉ પણ શ્વાને બચકું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ યુવકની તબિયત વધુ લથડતાં ફરજ પર હાજર તબીબઓએ તેણે મૃત જાહેર કર્યો. હવે યુવકના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવી શકે છે. આ ઘટના બાદ સુરત મનપા ટીમ પણ ઘટના સ્થળે પહોંચી.
ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં મોરારી બાપુ ચિંતિત, વ્યાસ પીઠ પરથી આપ્યું મોટું નિવેદન
2022માં સુરત શહેરમાં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા
જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.
ખુશ થઈ જશે કેન્દ્રીય કર્મચારી, DA બાદ હવે બેસિક સેલેરી વધારવાની તૈયારી, પગાર વધી જશે