ચેતન પટેલ/સુરત: શહેરને તાજેતરમાં જ સ્વચ્છતા માટે દેશમાં બીજું સ્થાન મળ્યું છે. પણ હવે પરિસ્થિતિ એવી સામે આવી છે કે મનમાં એવો સવાલ ઉભો થાય છે કે આ એવોર્ડ માટે ખરેખર સુરત લાયક હતું ખરું ? આ સવાલ ખુદ સુરત શહેરના નાગરિકો જ ઉઠાવી રહ્યા છે. કારણ કે સુરતની વાસ્તવિક સૂરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે. સુરત શહેરનાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગંદકી અને ઉકરડા વિસ્તારની શોભા વધારી રહ્યા છે. ઉધનામાં ગંદગીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે કંટાળીને સ્થાનિક યુવાનોને એક નવી નકોર મુહિમ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધનાના વિજયાનગર ખાતે કચરાથી કંટાળી આ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં યુવાપ્રમુખ અને સ્થાનિકો દ્વારા કચરો ફેંકતા લોકોને પકડીને પુષ્પ હાર પહેરાવાયા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા અધિકારીઓને અનેક ફરિયાદ છતાં કાર્યવાહી ન કરતા સ્થાનિક યુવાનોએ નવી મુહિમ શરૂ કરી છે. અનેક લોકોને હાર પેહરાવતા દૃશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.


PM મોદીના ગામમાંથી સોલંકી યુગની બુર્જ ઈમારત મળી! ઐતિહાસિક અવશેષો જોઈ અચરજમાં મૂકાયું પુરાતત્વ વિભાગ


આ વિશે જાણવા મળી રહ્યું છે કે, સુરતમાં ગંદકી ફેલાવનાર લોકોને જાગૃત કરવા માટે ફૂલહાલ પહેરાવી ટકોર કરવામાં આવી રહી છે. ઉધનાના વિજયાનગરમાં ગંદકીના સામ્રાજ્યથી કંટાળી સ્થાનિકોએ નવી પહેલ શરૂ કરી છે. ગંદકીને દૂર  કરવા સ્થાનિકોએ અનેક વખત અધિકારીઓને રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓે કોઈ કાર્યવાહી ના કરતા હવે સ્થાનિકોએ નવી પહેલ શરૂ કરી છે. જેમાં જાહેરમાં કચરો ફેંકવા આવનાર લોકોને ફૂલહાર પહેરાવી ગંદકી ના ફેલાવવા સંદેશ આપવામાં આવી રહ્યો છે. કચરો ફેંકવા આવતા લોકોને સ્થળ પર જ ફૂલહાર પહેરાવાય છે અને આવી રીતે જાહેરમાં ગંદકી ના ફેલાવવાનો સમજણ આપવામાં આવી રહી છે. ત્યારે અનેક લોકોને ફૂલહાર પહેરાવી સમજાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


અલ્પેશ ઠાકોરનો હુંકાર; '2015માં GMDC ભર્યું હતું, એનાથી અનેક ગણા વ્યક્તિ ભેગું કરવા આમંત્રણ આપવાનો છું'


તમને જણાવી દઈએ કે સુરતના પોશ વિસ્તારોને બાદ કરતાં ઉધના, પાંડેસરા, ભેસ્તાન, લીંબાયત જેવા વિસ્તારોમાં તદ્દન અલગ હાલત જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પડેલા દેખાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે શાસકો અને સુરત મનપા તંત્રએ સુરતને કન્ટેનર મુક્ત બનાવવાની લ્હાયમાં ગંદકી યુક્ત શહેર બનાવી દીધું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube