સુરત: રાજ્યમાં એક સાથે અનેક રોગ ફાટી નીકળ્યા છે, હાલ કોરોનાના કેસ તો વધી ગયા છે, ત્યારે વરસાદી માહોલમાં સીઝનેબલ રોગ પણ ફાટી નીકળ્યા છે. પરંતુ સુરતમાં વિચિત્ર રીતે કોરોના અને સ્વાઈન ફ્લૂના કેસ એક સાથે જોવા મળતા આશ્ચર્ય ફેલાયું છે. સુરત શહેરમાં કોરોના-સ્વાઈન ફ્લૂ એક સાથે થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, 100માંથી 5 કેસમાં બંને રોગોનાં લક્ષણો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોને હાલ માથા-શરીરનો દુ:ખાવો, તાવ-શરદી-ઉધરસ જોવા મળી રહી છે. બન્ને રોગના લક્ષણો સરખા છે, જેણા કારણે સિટી સ્કેનમાં પણ લક્ષણો સરખા જ આવે છે. બંનેના RT-PCR કરાય તો જ રોગ પકડાય છે.


કેમિકલ કાંડ પર વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન: ગુણવત્તા જરૂરી છે ખોટા કાયદાથી શું થવાનું?


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં હાલ ચોમાસાની સીઝન હોવાથી વાઈરલ કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, દર્દીઓમાં માથા-શરીરનો દુ:ખાવો, તાવ-શરદી-ઉધરસ જોવા મળી રહી છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂ અને કોરોના બંને એક સાથે જોવા મળી રહ્યા છે. સરેરાશ 100માંથી 5 કેસ આ પ્રકારના છે. બંનેના લક્ષણો સરખા દેખાઈ રહ્યા છે અને સિટી સ્કેનમાં પણ લક્ષણો સરખા જ છે. બંનેના RTPCR કરાય તો જ રોગ પકડાય છે.


ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં એક સ્વાઈન ફ્લૂનો કેસ ગંભીર શહેરમાં હાલ ફ્લૂ વધ્યો છે. પરંતુ તે સામાન્ય ફ્લૂ છે. જે ડોક્ટર દ્વારા આપવામાં આવતી સામાન્ય દવાથી સારો થઈ રહ્યો છે. શહેરમાં એક સ્વાઈન ફ્લૂનો કેસ છે, જે ગંભીર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube