સુરતના કુખ્યાત વોન્ટેડ આરોપી ઝાફર ઉર્ફે ગોલ્ડનમેનને પોલીસે ઝડપી લીધો, જાણો કોણ છે આરોપી
સુરત શહેર પોલીસ કમિશનર અજય ટોમર એ મિશન ક્લીન શરૂ કર્યું છે, જેમાં ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા ભાગતાં આરોપીને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 6 મહિના અગાઉ સલાબતપુર વિસ્તારમાં એક યુવક પર કેટલાક ઈસમોએ અંગત અદાવતમાં તલવાર વડે હુમલો કર્યો હતો.
તેજસ મોદી/સુરત: શહેરમાં અનેક ગુનામાં સામેલ વોન્ટેડ આરોપીને સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પકડેયેલો આરોપી ઝાફર પઠાણ 326 (મહાવ્યથા) જેવા ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તો ફરતો હતો. પોલીસ સકંજામાં વોન્ટેડ કુખ્યાત ઝાફર ગોલ્ડન હત્યાનો પ્રયાસ પોલીસ પર હુમલા જેવા અનેક ગુનાને અંજામ આપી ચુક્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજય ટોમર એ મિશન ક્લીન શરૂ કર્યું છે, જેમાં ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા ભાગતાં આરોપીને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 6 મહિના અગાઉ સલાબતપુર વિસ્તારમાં એક યુવક પર કેટલાક ઈસમોએ અંગત અદાવતમાં તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં યુવક મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ઘટનાને લઈ સલાબતપુર પોલીસે 326, 324, 323, 504, 506 જેવી કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવા શોધખોર હાથ ધરવામાં આવી હતી, ત્યારે ઘટનાને અંજામ આપી ઝાફર પઠાણ ઉર્ફે ગોલ્ડન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.
પોલીસ આરોપીને શોધવા અલગ અલગ ટીમ બનાવી શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી સતત પોલીસને ચકમો આપી ફરાર રહેતો હતો. ત્યારે સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે જાફર ઉફ્રે ગોલ્ડન ઘટનાને અંજામ આપી ફરાર ફરી રહ્યો છે. તે આજ રોજ સલાબતપુર વિસ્તારમાં આવવાનો છે. બસ આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તેને સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
જાફર ઉફ્રે ગોલ્ડન પઠાણ કોણ છે?
પકડાયેલા આરોપી એ આ જ રીતે અગાઉ 9 જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચૂક્યો છે. જેમાં હત્યાનો પ્રયાસ, મારામારી, આર્મ્સ એકટ અને જુગાર ધારાના ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. હાલ તો પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડીને તેની વધુ પુછપરછ હાથ ધરી છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ તે છેલ્લા 6 મહિનાથી ક્યાં ક્યાં ભાગતો ફરતો હતો અને તેને કોણ કોણ સાથ આપી રહ્યું હતું. સાથે તે 6 મહિનામાં અન્ય કોઈ ગુનાંને અંજામ આપ્યા છે કે કેમ નહીં તે દિશામાં તપાસ કરી રહી છે. હાલ તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સુરત પોલીસ કમિશનર આવા આરોપી પર પાસા તડીપાર જેવી કલમ હેઠળ કાર્યવાહી કરી સ્થાનિકોને આવા ગુનેગારોને ભય મુકત કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube