સુરત આ ઘરમાં બિરાજમાન છે રૌદ્ર હનુમાન, મૂર્તિનુ વજન એટલુ કે ઉંચકવા 5 હાથીની જરૂર પડે
Hanuman Jayanti 2022 : હનુમાનના જન્મ દિવસે એક એવા રૂપના દર્શન કરાવીશું જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું તે રૂપ તમે કદી જોયું નહીં હોય. સુરતના એક હનુમાન ભક્ત એવા ઉદ્યોગપતિ શીતલભાઈએ વાનરની રૌદ્ર રૂપની મૂર્તિની સ્થાપના પોતાના ઘરમાં સ્થાપિત છે
તેજશ મોદી/સુરત :સુરતમાં હનુમાન જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. હનુમાન ભક્ત ઉદ્યોગપતિ શીતલભાઈએ હનુમાનજીની રૌદ્ર સ્વરૂપની પ્રતિમાની પોતાના ઘરમાં સ્થાપના કરી છે. આ મૂર્તીનું વજન 350 કિલોથી વધુ છે. જેની ખાસિયત એ છે આ મૂર્તિ 24 કેરેટ શુદ્ધ સોના, ચાંદી સહિતના ધાતુઓથી બનેલી છે. છેલ્લા 12 વર્ષથી શીતલભાઈ અને તેનો પરિવાર પોતાના ઘરમાં હનુમાજીની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે હનુમાન જયંતીએ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. હનુમાનજીની રૌદ્ર સ્વરૂપની સવા 6 ફૂટની મૂર્તિનું 351 કિલો વજન છે. ઉદેપુરના કારીગરોએ 5 મહિનાની મહેનતે મૂર્તિ તૈયાર કરી છે.
ભગવાન શ્રીરામના પરમ ભક્ત એટલે પવનપુત્ર હનુમાન, અંજની પુત્ર હનુમાનના આમતો અનેક રૂપો છે, સાથે જ તેમના આ રૂપોના અનેક મંદિરો પણ દેશ અને દુનિયામાં બનાવવામાં આવ્યા છે, ત્યારે અમે તમને હનુમાનના જન્મ દિવસે એક એવા રૂપના દર્શન કરાવીશું જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું તે રૂપ તમે કદી જોયું નહીં હોય. સુરતના એક હનુમાન ભક્ત એવા ઉદ્યોગપતિ શીતલભાઈએ હનુમાનજીના જ કહેવાથી હનુમાનજીની વાનરની રૌદ્ર રૂપની મૂર્તિની સ્થાપના પોતાના ઘરમાં સ્થાપિત છે. 350 કિલોથી વધુ વધુ વજનવાળી આ મૂર્તિમાં 24 કેરેટ શુદ્ધ સોના અને ચાંદી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 વર્ષથી સાક્ષાત જીવંત રૂપી હનુમાનની સાળસંભાળ ઘરના સભ્યના રૂપમાં જ લેવામાં આવે છે.
આ પણ વાંચો : જનતાને વધુ એક ઝટકો, Adani એ મહિનામાં બીજીવાર CNG ના ભાવ વધાર્યાં
હનુમાન દાદાની આ મૂર્તિની ખાસિયતો જાણો
- હનુમાનજીની રૌદ્ર સ્વરૂપની મૂર્તિની હાઈટ સવા છ ફૂટ છે
- મૂર્તિનું વજન 351 કિલો છે અને તેમાં 10 કિલો જેટલાં વજનની તો માત્ર ગદા જ છે
- મૂર્તિને બનાવવામાં પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો
- રાજસ્થાનના ઉદેપુરના કારીગરોએ આ મૂર્તિને તૈયાર કરી છે
- મૂર્તિને બનાવવા માટે ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
- મૂર્તિને સંપૂર્ણ સોનાનો ઢાળ ચડાવવામાં આવ્યો છે
હનુમાન દાદાની આ મૂર્તિમાં રૌદ્ર સ્વરુપમાં દાદાના દર્શન થાય છે. ઘરના સભ્યો જ 12 વર્ષથી હનુમાનજીની અનોખી રીતે ભક્તિ કરે છે. હનુમાન જયંતીનો પ્રસંગ પરિવાર માટે ખાસ બની જાય છે. આ દિવસ તેમના માટે કોઈ ઉત્સવ જેવો હોય છે. આ વિશે શીતલભાઈ કહે છે કે, ઘરમાં ખાસ રુમમાં આ મૂર્તિ રાખવામાં આવી છે. આ રૂમમાં એસી સહિતની સુવિધાઓ છે. અમે સવાર સાંજ હનુમાનજીની આરતી કરીએ છીએ. તેમજ ભોજન પણ હનુમાનજીને ધરાવવામાં આવે છે.