સુરત : ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં હવે વેપારીઓ અને ઉદ્યોગકારોએ જાગૃતતા દર્શાવતા ગુજરાત હવે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.  તેવામાં એપ્રિલ મહિનામાં એક પછી એક ઉદ્યોગ વિકએન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે આજે પ્રથમ દિવસે ગુજરાત શહેરમાં મોટાભાગના વેપાર-ધંધા અને ઉદ્યોગ બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં મૃત્યુનો આંક 100 ની નજીક, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 8 હજારને પાર


ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારી મહામંડળ તેમજ ગ્રેઈન માર્કેટ એસોસિએશન તથા ગુજરાત ફેકટરી ઓનર્સ એસોસીએશન અને મોબાઈલ એસોસિયેશન સહિતની 40 થી 50 જેટલી સંસ્થાઓએ આજ થી 72 કલાક એટલે કે શહેરમાં વિકએન્ડ લોકડાઉનમાં સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી. ભાગરૂપે આજે ગુજરાતમાં સ્વૈચ્છીક લોકડાઉન સફળ સાબિત થયું. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાના આગેવાનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનને સફળ બનાવવા માટે વેપારીઓ અને ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી. જોકે શહેરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે વેપારીઓ અને ઉદ્યોગકારોએ જાગૃતતા દર્શાવતા એક મહત્વની આવકાર્ય બાબત છે.


આ જિલ્લામાં એવુ જડબે સલાક આયોજન કે remdesivir ઇન્જેક્શનની એક પણ બુમ નહી આવે


બીજી તરફ સુરતમાં પણ કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ દ્વારા શનિવાર રવિવાર લોકડાઉનની જાહેરાત કરી છે. મહીધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર બંધ રહેશે. સ્વૈચ્છિક લોકડાઉનનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવી છે. એસોસિએશન દ્વારા આ લોકડાઉનમાં જોડાવા અને તેને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. જેના પગલે શનિ-રવિ દરમિયાન હીરા ઉદ્યોગ અને કાપડ બજાર સંપુર્ણ પણે બંધ રહેશે. 


હવે શિક્ષકોને શાળાના પુસ્તકો વિદ્યાર્થી પાસે પહોંચાડવાનું પણ ભાડુ જોઇએ છે !


આ ઉપરાંત કોરોના બ્રેક ધ ચેઇન કેમ્પેઇન અંતર્ગત GCCI દ્વારા તમામ ઉદ્યોગોને સ્વયંભૂ લોકડાઉન માટેની અપીલ કરવામાં આવી છે. સતત ઉત્પાદનો કરતા એકમો અને આવશ્યક ઉત્પાદનો તથાવેપારીઓને સ્વૈચ્છીક લોકડાઉન લાગુ નહી પડે. જીસીસીઆઇ સભ્યોને કામદારોના ભોજન અંગે કાળજી લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 2 દિવસ સ્વયંભૂ બંધનો પગાર નહી કાપવા માટે અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી જનતામાં અનેક લોકો ઇચ્છી રહ્યા છે. જો કે વેપારીઓ લોકડાઉન ન થાય તેવું ઇચ્છી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube