ઝી બ્યુરો/સુરત: હાલ ચાલતા હળાહળ કળિયુગમાં અનોખી ઈમાનદારીના દર્શન થયાં હતાં. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતેની મહાલક્ષ્મી સોસાયટીમાં એક પરિવારના 4 લાખ રૂપિયા પડી ગયા હતાં. આ પરિવાર પોતાનું ઘર લેવા માટે થઈને 4 લાખ રૂપિયા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન થેલી તૂટી જતાં રૂપિયા ખોવાયા હતાં. જે એક એવા વ્યક્તિને મળ્યા હતાં. જે ભાડે રહેતા હતાં. તેઓએ રૂપિયા પોતાની પાસે રાખવાની જગ્યાએ પરત કર્યા હતાં. જેથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોંગ્રેસ એક્શનમાં! લોકસભાની 2 બેઠક માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા


રૂપિયા પરત મેળવનારા અશોકભાઈ મુંજાણીએ કહ્યું કે, અમે પ્રમુખ છાયા સોસાયટીમાં રહીએ છીએ. મિત્રની દુકાનેથી મકાન લેવા માટે રૂપિયા લેવા ગયાં હતાં. 4.72 લાખ રૂપિયા બાઈકમાં થેલીમાં આગળ ટીંગાડીને લઈને આવી રહ્યાં હતાં. આ દરમિયાન રૂપિયા થેલી તૂટી જતાં મહાલક્ષ્મી સોસાયટીમાં બમ્પ પાસે પડી ગયાં હતાં. આ અંગે જાણ થતાં અમે પરત શોધવા ગયાં હતાં. રૂપિયા કોઈને મળ્યા હોવાની જાણ થઈ હતી.4 લાખ જેટલી રકમ પરત કરનાર મુકેશભાઈ તળાવિયાએ કહ્યું કે, હું ફેક્ટરી પર જતો હતો આ દરમિયાન સોસાયટીની શેરીમાં રૂપિયા પડ્યાં હોવાનું સામે આવ્યું હતું. 


ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલનો નવો વરતારો


મને શરૂઆતમાં થયું કે, આ રૂપિયા નકલી હશે એટલે એક બંડલ લઈને ચેક કર્યું તો રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં અમે આઠેય બંડલ લઈને આસપાસ જાણ કરી કે રૂપિયા મને મળ્યા છે. કોઈના હોય તો પ્રૂફ સાથે મારી પાસે મોકલજો.સમગ્ર ઘટના અંગે પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું કે, આ રામ રાજ્યમાં સર્જાય તેવી ઘટના છે. 


બોલિવુડના સિતારાઓને આવકારવા ગુજરાત તૈયાર; ગીફ્ટસીટીમાં કેવું છે ફિલ્મફેરનું આયોજન?


આજના સમયમાં રૂપિયા માટે લોકો કંઈ પણ કરતાં હોય છે. ત્યારે રૂપિયા જેના ખોવાયા અને જેને મળ્યા તેણે બન્નેએ ઈમાનદારીની અનોખી મિસાલ ઊભી કરી છે. જે ખરેખર સરાહનિય છે. અમે બન્ને પરિવારોની ભાવનાને વંદન કરીએ છીએ. કોઈનું મન રૂપિયા જોઈને ડગ્યું નથી. તે ખૂબ જ સારી બાબત કહેવાય. 


મઝા લેવી ભારે પડી! હવા ખાવાના ચક્કરમાં આ ભાઈ એ એવી જગ્યાએ માથું નાંખ્યું કે...VIDEO