સુરત : ઓનલાઈન વેબ સાઈટ પર ગલુડીયું વેચવાની જાહેરાત મુકી કસ્ટમરને ગલુડીયું ખરીદવા માટે અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ ગલુડીયુ નહી આપી છેતરપીંડી કરનાર આરોપીને સાયબર પોલીસે વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઓનલાઈન સાયબર ક્રાઈમનો ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસની સુકનવંતી ખરીદી, રાજકોટમાં કરોડો રૂપિયાના સોનાનાં ઘરેણાંનું વેંચાણ


આજકાલ લોકોમાં ઓનલાઈન ખરીદી કરવાનો ક્રેઝ ખુબ વધી રહયો છે. ત્યારે સુરત શહેરમાં એવો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો.બનાવની વાત કરીએ તો ગઈ તારીખ - 07-05-21 ના રોજ કલીક ઈન નામની વેબસાઈટ પર રૂ.13000 માં ગલુંડીયું વેચવાની જાહેરાત એક ઈસમ દ્વારા મુકવામાં આવી હતી. જેમાં એક કસ્ટમરે ગલુડીયુ ખરીદવા માટે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. અને નામ, સરનામા તથા મોબાઈલ નંબરની વિગતો આપી ભેજાબાજના જણાવ્યા પ્રમાણે ગલુડીયાની કિંમત રૂ.13000 મોબાઈલ મારફતે પેટીએમ કરી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ભેજાબાજોએ કસ્ટમર સાથે લોભમણી -લલચામણી વાતો કરી અલગ અલગ ચાર્જ જેવા કે ઈન્સ્યોરન્સ, બ્રીડર્સ લાયસન્સ સર્ટીફીકેટ, કોરોન્ટાઈન સર્ટીફીકેટ ચાર્જ, વિગેરે મળી કુલ રૂ. 1,62,400 તથા આઈડીએફસી બેંક મારફતે 6,68,800 મળી કુલ રૂ, 8,62,200 ટ્રાન્સફર કરી દીધા હોવા છતાં પણ આજદિન સુધી ઠગબાજોએ ગલુડીયાની ડીલીવરી ન કરી રીફંડ પણ પરત કર્યુ ન હતું. 


અમદાવાદઃ ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને નરાધમ રોજ 14 વર્ષની સગીરાના નગ્ન ફોટા વોટ્સએપથી મંગાવતો હતો, પછી તો...


દરમિયાન કસ્ટમરને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપીંડીનો ભોગ બનનાર કસ્ટમરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે વેસ્ટઆફ્રિકાના નિયોન્ગાબસેન હિલેરીને બેંગ્લોરની ઝડપી પાડી તેની પાસેથી પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી ઓનલાઈન વેબસાઈટ ઉપર ગલુડીયુ વેચતાની જાહેરાત મુકતો હતો. ત્યારે કોઈ કસ્ટમર ગલુડીયાની ખરીદી કરવા માંગતા હોય તેની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવી લઈ ગલુડીયાની ડિલીવરી ન હતી ઠગાઈ આચરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો, ત્યારે ઓન લાઈન ખરીદી કરતાં લોકોએ પણ યોગ્ય ખરાઈ કર્યા બાદ જ ખરીદી કરવી હિતાવહ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube