ચેતન પટેલ/સુરત :સુરત (Surat) ના સરથાણામાં જ્વેલરીના શો રૂમમાંથી એક મહિલા દુકાનદારની નજર ચૂકવી રૂ 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. મહિલાએ શિફતપૂર્વક કરેલી ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં પકડાઈ કુખ્યાત મેવાતી ગેંગ, બેંકોને ગોથે ચઢાવીને ATMમાંથી ખંખેરી લેતી લાખો રૂપિયા


સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી તાપી દર્શન સોસાયટીમાં પરેશભાઈ કાળુભાઈ કથિરીયા પરિવાર સાથે રહે છે. પરેશભાઈ સરથાણા વિસ્તારમાં આવેલા સિવીલાઈઝ સર્કલ પાસે શ્રી હરી જ્વેલર્સ નામનો શો રૂમ ધરાવે છે. ગત 1 નવેમ્બરના રોજ તેમના શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા કાળા કલરનો ટોપ અને લીલા કલરની ચુંદડી ઓઢીને આવી હતી. આ મહિલાએ દુકાનમાં આવીને ચેઈન-પેન્ડલ બતાવવા કહ્યું હતું. દરમિયાન મહિલાએ દુકાનમાં હાજર સ્ટાફને વાતોમાં રાખીને તમામની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું. અંદાજે 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કરતા થઈ હતી. જેથી સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતી નજરે પડી હતી. જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાના ચેઈન-પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube