HUID Number Started In India ચેતન પટેલ/સુરત: ભારતભરમાં 1 એપ્રિલથી જ્વેલર્સ ફરજિયાત HUID વાળી જ જ્વેલરી વેચી શકશે, જેનાથી બ્લેકનું વેચાણ બંધ થશે. જે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે છે તે તેની જરૂરિયાત પ્રમાણે જ મળે એટલા માટે સરકાર દ્વારા હવે નિયમ બનાવ્યો છે. જેમાં જ્વેલર્સ 1 લી એપ્રિલથી માત્ર યુએચઆઈડી નંબરવાળી જ જ્વેલરીનું વેચાણ કરી શકશે. જ્વેલરીમાં 14, 16, 18, 20 અને 22 કેરેટની જ્વેલરી હોય છે, અમુક જ્વેલર્સો દ્વારા ગ્રાહક દ્વારા માંગવામાં આવે તેના કરતાં નીચેના કેરેટની જ્વેલરી ગ્રાહકને પધરાવી દેવામાં આવતી હોય છે. સરકાર દ્વારા આવનાર નવા નિયમને લઈને બીએસઆઈમાં રજીસ્ટ્રેશન થશે. એટલે કેટલા ગ્રામ, કેટલા કેરેટની જ્વેલરી છે તેની પણ જાણકારી ગ્રાહક આ યુએચઆઈડી નંબર દ્વારા જાણી શકશે. બીજી તરફ અમુક જ્વેલર્સો દ્વારા બ્લેક માર્કેટમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હોય છે, યુએચઆઈડી નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે સુરતના સોનાના વેપારીઓએ કહ્યું કે, આ નિયમથી વેપારીઓની સમસ્યા વધશે. 1 એપ્રિલથી જ્વેલર્સ માત્ર HUID દાગીના જ વેચી શકશે. બ્લેકનો ધધો બંધ થશે. તો સાથે જ શહેરમાં 2500 જ્વેલર્સ સામે માત્ર 15 હોલમાર્કિંગ સેન્ટરો હોવાથી વેપારીઓની સમસ્યા વધી જશે. સરકાર દ્વારા આવનાર નવા નિયમને લઈને બીએસઆઈમાં રજીસ્ટ્રેશન થશે. યુએચઆઈડી નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ થશે.


આકરું તપ : સુરતના 15 વર્ષના વૈરાગકુમારે સાંસારિક મોહમાયા છોડી દીક્ષા લીધી


જો તમે આગામી સમયમાં સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. હકીકતમાં દેશમાં 1 એપ્રિલથી ભારતમાં એ જ સોનાના દાગીના વેચાશે, જેના પર 6 અંકોનો હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન સંખ્યા અંકિત હશે. સરકારે જણાવ્યું કે, 31 માર્ચ બાદ HUID વગર જૂના હોલમાર્ક દાગીનાનું વેચાણ કરવાની પરમિશન દુકાનદારોને આપવામાં નહિ આવે. ગ્રાહકોના સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર હોય છે. 16 જૂન, 2021 થી સ્વૈચ્છિક રૂપથી લાગુ કરાયુ હતું. 6 અંકોનો HUID નંબર 1 જુલાઈ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે. જોકે, મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, ગ્રાહકો પાસે રહેલા જૂના હોલમાર્કના દાગીના કાયદેસર ગણાશે. આ નિયમ એ જ્વેલરી પર લાગુ નહિ થાય. 


કરોડો મહિલાઓની સમસ્યા આ ગુજરાતણે દૂર કરી, શોધી કાઢ્યો એવા કાંસકો જેનાથી વાળ નહિ તૂટે


શું છે HUID નંબર અને તેનાથી શુ થશે
જેમ આધારકાર્ડ આપણી ઓળખ છે, તેમ જ્વેલરીની ઓળખ માટે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન HUID નંબર હોય છે. હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન HUID નંબર 6 અંકોનું અલ્ફાન્યુમેરિક કોડ છે. જેમાં સંખ્યા અને અક્ષર હોય છે. તેને જ્વેલર્સ દ્વારા આપવામાં આવે છે. આ નંબરની મદદથી જ્વેલરી સંબંધિત કોઈ પણ માહિતી તમને સરળતાથી મળી શકે છે.  


ગુજરાતીઓનો હનિમૂન પીરિયડ હવે પૂરો, આ દિવસથી પડશે અંગ દઝાડતી ગરમી