સંદીપ વસાવા/કડોદરા: કડોદરા પોલીસે ઓનલાઈન સટ્ટો બેટિંગ રમાડતા ગેંગને ઝડપી પાડી છે. કડોદરા નગર પાલિકા પાછળ આવેલા ઠાકોરજી કોમ્પ્લેક્ષના એક ફ્લેટમાં કડોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન ફ્લેટમાં ગઈકાલે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પર સટ્ટો રમાડતા 5 જેટલા લોકો મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં સામુહિક આપઘાત: 4 ને મોતના મુખમાં ધકેલનાર સસરા-પતિની અટકાયત, થશે ખુલાસા


આ તમામ આરોપીઓ ઓનલાઈન એપ્લિકેશન વડે આઈડી પાસવર્ડ આપી રાજ્યના અલગ અલગ જિલ્લામાં સટ્ટો બેટિંગનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. ફ્લેટમાંથી પોલીસને સટ્ટો બેટિંગ રમવા માટે ઉપયોગમાં લેવાતા 14 જેટલા મોબાઈલ, 2 ટેબ્લેટ, તેમજ 2 લેપટોપ અને આરોપીની એક ફોર વિહલર કાર પણ મળી આવી હતી.


ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યા! પતિએ જ પત્નીની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા


પોલીસે બટુક સોંનપાલ ,કુણાલ સોંનપાલ, જય રાણા, પ્રતીક લોઢિયા, પ્રવીણ ઢીમ્મર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ઓનલાઈન સટ્ટો રમનારા, નવસારી, સુરત શહેર, ગોંડલ સહિત અન્ય જિલ્લાના 30 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 3 લાખ રોકડ અને અન્ય સામાન મળી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 


ગજબની ટ્રીક..ઉબેર ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી 1 વર્ષમા કમાઈ લીધા 23 લાખ, જાણો કેવી રીતે