ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં તો...
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો
ઝી બ્યુરો/સુરત: સોશિયલ મીડિયા મારફતે યુવાનોને કોલ કરી તેમનો ચહેરો માફ કરી ન્યુડ વિડિયો ફેલાવવાની ધમકી આપી રૂપિયા પડાવતી ગેંગને સુરત કતારગામ પોલીસે ઝડપી પાડી છે. આ ગેગ દ્વારા અલગ અલગ યુવતીઓનું ફેક એકાઉન્ટ બનાવી ટાર્ગેટેડ વ્યક્તિઓને રિક્વેસ્ટ મોકલતા હતા. જે પૈકી કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાને પણ આ જ રીતે વીડિયો કોલ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી ન્યુડ વિડિયોના નામે રૂપિયા 4500 પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં વધુ રૂપિયાની માંગ કરતા આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે ઝડપી પાડેલા બે આરોપીઓ પૈકી એક સગીર વયનો છે સગીરભાઈ નો આરોપી માસ્ટર માઈન્ડ હતો અલગ અલગ વ્યક્તિઓને ફોન કરવાથી લઈ તેમના ન્યૂડ વિડીયો બનાવવા સુધીનું તમામ કામ આ આરોપી કરતો હતો.
ભાજપના સદસ્યતા અભિયાનમાં કૌભાંડ? દર્દીઓને બનાવાઈ રહ્યા છે સભ્યો! વિસનગરમાં ખૂલ્યું..
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો અને આ વિડીયો કોલ તેને રિસીવ કર્યો હતો. આ દરમિયાન આ યુવાનનો ન્યૂડ વિડીયો બનાવી દેવામાં આવ્યો હતો અને આ ન્યુડ વિડિયો આ યુવાનને મોકલી તેની પાસેથી પૈસાની માંગ કરવામાં આવી હતી.
મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!
જો આ પૈસા નહીં આપે તો તેના પરિવારજનોને અને સમાજમાં તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જેને કારણે આ યુવાને રૂપિયા 4500 આ ટોળકીને ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં દ્વારા વધુ પૈસાની માંગણી આ યુવાન પાસે કરવામાં આવી હતી. જેથી યુવાને ડિપ્રેશનમાં આવીને પોતાના જ ઘરમાં ગળે ફાસો ખાય આપઘાત કરી લીધો હતો. શરૂઆતના સમયે યુવાનના આપઘાતનું કારણ મળ્યું ન હતું પરંતુ ત્યારબાદ પરિવારજનોએ તેનો મોબાઈલ ચેક કરતા તેમાં તેના અશ્લીલ વિડિયો અને ફોટો મળી આવ્યો હતો. આ ઉપરાંત તેના બેંક ટ્રાન્જેક્શન પણ મળી આવ્યા હતા. જેથી પરિવારજનો એ અંગે કતારગામ પોલીસને જાણ કરી હતી.
માના ધામમાં ભક્તોનું કીડિયારૂ ઉભરાયું! જાણો અંબાજી મેળામાં કેટલા ભક્તોએ દર્શન કર્યા?
કતારગામ પોલીસે આ સમગ્ર બનાવવામાં અજાણ્યા વિરોધ ફરિયાદ નોંધ એક ટીમને દિલ્હી રવાના કરી હતી. પોલીસની ટીમે અલગ અલગ ટેકનિકલ ટીમની મદદ લેવામાં આવી હતી. દરમિયાન રાજસ્થાનના અલવરનગરમાંથી આ ગેંગ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસની ટીમ ત્યાં પાંચ દિવસ સુધી વેશ પલટો કરીને રોકાઈ હતી અને બાદમાં એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ બંને આરોપીઓને સુરત લઈ આવવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ માં તેણે પોતાનું નામ બરકત ઉર્ફે કાલુખાન જણાવ્યું હતું. આ સાથોસાથ પોલીસે તેમની પાસેથી પાંચ મોબાઇલ ફોન અને રોકડા 93,000 કબ્જે કર્યા હતા. પોલીસે બડકતની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે તેને જણાવ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયામાં PARI નામનું એકાઉન્ટ ખોલ્યું હતું. આ એકાઉન્ટ જે તે ટાર્ગેટેડ લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવતી હતી. જો કોઈ વ્યક્તિ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે તો તેને તાત્કાલિક ધોરણે વિડીયો કોલ કરવામાં આવતો હતો અને બાદમાં જે તે વ્યક્તિનો ન્યૂડ વિડીયો બનાવી તેને મોકલવામાં આવતો હતો અને પૈસાની માંગ કરવામાં આવતી હતી.
એ હાલો! ગુજરાતમાં આવે છે ચક્રવાત 'વણઝાર', જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહી
આ સમગ્ર રેકેટમાં માસ્ટર માઈન્ડ સગીરવયનો આરોપી છે જે સોશિયલ મીડિયામાં ફેક યુવતીઓના એકાઉન્ટ બનાવવાની સાથે જે તે વ્યક્તિના ન્યુડ વિડિયો પણ તે પોતે બનાવતો હતો અને બ્લેકમેલિંગ કરતો હતો. આ માટે તેને જે વ્યક્તિ સીમકાર્ડ આપતો હતો તેને 15% કમિશન આપતો હતો. આ ઉપરાંત જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા તેમને પણ કમિશન આપવામાં આવતું હતું. હાલ તો કતારગામ પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધ ખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ આ બંને આરોપીઓને જો કડક પૂછપરછ હાથ ધરશે તો મસ્ત મોટો રેકેટ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આ રેકેટ ફક્ત એક રાજ્ય પૂરતું નહીં પરંતુ સમગ્ર દેશમાં ચલાવતા હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.