ચેતન પટેલ/સુરત: આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યા મામલે સુરત પોલીસ કમીશ્નર સતીષ શર્મા દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત પોલીસ કમીશ્વર દ્વારા આદેશ આપાવામાં આવ્યો છે, કે પોલીસ સ્ટેશનમાં LIBના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં નોકરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઇ પણ પોલીસ સ્ટેશનમાં આરોપીને ધરપકડ કર્યા વિના લોકઅપમાં નહિ રાખી શકાય અને જો રાખવામાં આવશે તો પીઆઇ વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યો છે. તથા આરોપપીની હત્યા થયા બાદ તમામ પોલીસ સ્ટેશનોમાં હવેથી પીઆઇની નોકરીની વહેંચણી કરવામાં આવશે.


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં આ મોટા ચહેરાની થઇ શકે છે એન્ટ્રી


મહત્વનું છે, કે ખટોદરાના પીઆઈ મોહનલાલ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરંભા, આશિષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભુકણ, કનકસિંહ દિયોલ અને દિલુ સંઘાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરુ કરવામાં આવી છે. ભાગી જનાર તમામના મોબાઇલ ફોન પોલીસ મથકમાં જમા હોવાથી પકડી પાડવાનું કામ પોલીસ માટે અઘરું બની ગયું હતું.


આગકાંડ બાદ વડોદરા પાલિકના ફાયર વિભાગે 900 ટ્યુશનના સંચાલકોને આપી ટ્રેનિંગ


પોલીસે તમામના નિવાસસ્થાને તપાસ કરી હતી પરંતુ કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસ સ્ટેશનમાં માર મારવાના કારણે મોતને ભેટેલા યુવકનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ કલેકેટર અને ડીસીપીની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં યુવકના બંને પગની આગળ અને પાછળ, કમર, ગરદન તથા શરીરના પાછળના ભાગ સહિતના શરીર પર ગંભીર મારના નિશાન મળી આવ્યા હતા.



ઓમપ્રકાશની હત્યાના કેસમાં ફરાર પોલીસકર્મીઓને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો દોડધામ કરી રહી છે. જોકે એક તબક્કે તમામ પોલીસકર્મીઓ પોલીસની કસ્ટડીમાં હતાં. પરંતું નાસી જવામાં સફળ થયા હતાં.