ચેતન પટેલ/સુરત :સમગ્ર વિશ્વમાં જે રીતે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઊંચકાયું છે, હવે તેની ડિમાન્ડ પણ એટલી જ વધી છે. ખાસ કરીને અમેરિકામાં પૉપ સિંગર અને સ્થાનિક અમેરિકનોમાં લેબગ્રોન ડાયમંડ પોતાના દાંતમાં ફીટ કરાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એક લેબગ્રોન દાંતની કિંમત અંદાજિત રૂપિયા 50 હજારથી લઈ 2 લાખ સુધીની હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ હતી. જો કે હવે નેચરલ ડાયમંડની સાથે સાથે લેબગ્રોન ડાયમંડની પણ એટલી જ ડિમાન્ડ નીકળી છે અને તેમાં પણ એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ છે. વિદેશના માર્કેટમાં તેની ધૂમ ડિમાન્ડ છે. સુરતના એક લેબગ્રોન ડાયમંડના ઉત્પાદક દ્વારા લેબગ્રોન ટૂથ બનાવવામાં આવ્યા છે. આ ટૂથની ડિમાન્ડ યુએસમાં છે, ખાસ કરીને પૉપ સિંગર કલ્ચર અને તેમનુ જોઈને સ્થાનિક લોકોમાં સૌથી વધુ છે. 


આ પણ વાંચો : યુવાનો પણ શરમાય તેવી સ્ફૂર્તિથી પીએમ મોદી પાવાગઢના પગથિયા ચઢી ગયા


કેવી રીતે બને છે ડાયમંડ ટૂથ
વેપારી નીરવ સાકરિયા કહે છે કે, યુએસમાં થ્રીડી સ્કેનર અથવા તો દાંતની સાઇઝનો ખાંચો સુરત મોકલવામાં આવે છે. ત્યાર બાદ તેના પર બારીકાઈથી કામ કરવામાં આવે છે. તૈયાર થયા બાદ તેને અમેરિકા મોકલાય છે. બાદમાં દાંત ઉપર લેબગ્રોન ડાયમંડ ફીટ કરવામાં આવે છે. આ ફિટીંગની ખાસિયત એ છે કે, તે વ્યક્તિ જમતી હોઈ ત્યારે તેને નથી લાગતું કે ડાયમંડ દાંતમાં ફિટ કરાવ્યા છે. ઓર્ડર મુજબ સુરતથી આ ડાયમંડ દાંત તૈયાર કરી એક્સપોર્ટ કરવામાં આવે છે. આ લેબગ્રોન એક ટૂથની કિંમત રૂપિયા 50 હજારથી લઈ 2 લાખ સુધીની છે.


આ પણ વાંચો : હાર્દિકે ખેલ્યો મોટો ખેલ, વધુ એક ધારાસભ્ય કોંગ્રેસને રામ-રામ કહી શકે છે, જાણો હવે કોનો વારો



લેબગ્રોન ડાયમંડમાંથી બને છે મોંઘી એસેસરીઝ
સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનના 2500 થી વધારે મશીનો છે. જ્યારેથી 400 થી વધારે લેબગ્રોન ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ યુનિટ કાર્યરત છે. નેચરલ ડાયમંડની સાથે સાથે વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડમાંથી બનતી જ્વેલરીની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરતના જ્વેલરી ઉત્પાદકો દ્વારા હવે લેબગ્રોન ડાયમંડમાંથી પણ લક્ઝુરિયસ એસેસરિઝનું ઉત્પાદન કરે છે. જેમાં ખાસ કરીને આઈફોનના કવર, ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ બોડી, એપલ વોચના કવર, ચશ્મા અને ઘડિયાળનું ઉત્પાદન કરવામાં આ‌વી રહ્યું છે. 


આ પણ વાંચો : એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, હીરા બાનો જન્મદિવસ ઉત્સવ બની રહ્યો, દીકરા-દીકરી સજીધજીને આવ્યા 



સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને સોનામાંથી બનતા આઈફોનના કવર પોણા બે લાખથી અઢી લાખ સુધીમાં તૈયાર થઈ રહ્યાં છે. જેમાં 1 હજાર લેબગ્રોન ડાયમંડ અને સોનાનો ઉપયોગ થાય છે. સ્ટાન્ડર્ડ વોચ, પેન અને ચશ્મામાં પણ લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડમાંથી સુરતમાં બનતી જ્વેલરી વિદેશમાં એક્સપોર્ટ તો કરાય છે, સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં સાઉથના રાજ્યો, મુંબઈ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે.