સુરત કાયદાની કપરી સ્થિતિ: વરાછામાં બેનના પ્રેમીને ઘરે બોલાવી ભાઇએ કર્યો છરી વડે હૂમલો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એટલી ખરાબ થતી જઇ રહી છે કે દિવસની એક બે ઘટનાઓ જાહેરમાં લોહીયાળ સંઘર્ષની આવતી જ રહે છે. કાલે જ જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઘા મારવા અને એક વ્યક્તિને બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતે જીવતો સળગાવવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં આજે ફરી સુરતમાં પ્રેમ પ્રસંગમાં યુવતીના ભાઇઓએ યુવતીના પ્રેમી પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના ભાઇઓએ બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એટલી ખરાબ થતી જઇ રહી છે કે દિવસની એક બે ઘટનાઓ જાહેરમાં લોહીયાળ સંઘર્ષની આવતી જ રહે છે. કાલે જ જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઘા મારવા અને એક વ્યક્તિને બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતે જીવતો સળગાવવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં આજે ફરી સુરતમાં પ્રેમ પ્રસંગમાં યુવતીના ભાઇઓએ યુવતીના પ્રેમી પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના ભાઇઓએ બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
મતદાન આપણો હક્ક અને ફરજ: પત્નીના અંતિમ સંસ્કાર કરી પરિવાર સાથે કર્યું મતદાન
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વરાછાના લંબે હનુમાન રોડ પર જનતા નગર એપાર્ટમેન્ટમાં એક યુવકને બોલાવીને જાનથી મારી નાખવાના ઇરાદે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમિકાના ભાઇઓ દ્વારા બહેનના પ્રેમીને ઘરે બોલાવીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અમરોલીના રામનગર સોસાયટીમાં રહેતા દિનેશ મહાજન મજુરીનું કામ કરીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશ લંબે હનુમાન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ યુવતીના ભાઇ ધર્મેશ અને તેના પરિવારને સ્વિકાર્ય નહોતો.
ગુજરાત પેટાચૂંટણીમાં 5 વાગ્યા સુધીનું 53.18 ટકા મતદાન, ડાંગમાં 70.12, ધારી સૌથી નિરસ
જેથી પ્રેમ સંબંધ અંગે ધર્મેશે બહેનના પ્રેમી દિપકને સોમવારે મોડી સાંજે પોતાના ઘરે બોલાવ્યો હતો. દિપક આવતાની સાથે જ મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કરીને ગડદા પાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ તેના પર છરી વડે હુમલો કરીને ત્રણ-ચાર ઘા મારી દીધા હતા. જેના પગલે દિપક લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યો હતો. ત્યાર બાદ ધર્મેશ ત્યાંથી નાસી છુટ્યો હતો. ઘટના અંગે જાણ થતા દિપકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતી સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે દિપકનાં ભાઇ દિનેશની ફરિયાદનાં આધારે પોલીસે તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube