ચેતન પટેલ, સુરત: સુરતીલાલાઓ ખાવા પીવાના હમેશા શોખીન હોઈ છે. અને તેમાં પણ દારૂ પીવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના પુણા વિસ્તારમાં સામે આવ્યો છે. સુરતની વાત કરીએ સુરત દારૂ માટે પંકાઈ ગયું છે. ત્યારે કેટલાક ઇસમો દમણથી દારૂ પી સાથે જે લક્ઝરી બસમાં આવી રહ્યા છે. તે બસની અંદર મોટાભાગના પેસેન્જરો પોતાની પાસે રહેલા સામાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની અંદર દમણથી વિદેશી દારૂની બોટલો મૂકીને સુરત લાવી રહ્યા છે. તે માહિતી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પી.આઇ યુ વી ગડરિયાને મળતા તાત્કાલિક પીએસઆઇ અને ડી સ્ટાફના માણસો સાથે રાખી અને દમણ થી સુરત આવતી બસ GJ 14 V 5506 ને અટકાવી હતી. 


ત્યારબાદ પોલીસ દ્વારા એક પછી એક પેસેન્જરો અને તેમની પાસે રહેલા સામાનને ચકાસણી કરતા એક પછી એક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે કુલ મળી 265 બોટલ મળી આવી હતી. આમ જોતાં થોડા સમય માટે પુણા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પુણા પોલીસે સાત મહિલા સહિત 45 પેસેન્જર બસ કંડકટર ડ્રાઇવરની પણ ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. 


સાથે ખાનગી લક્ઝરી બસ પણ કબજે કરી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલમાં તો પુણા પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમય થી કેટલાક લોકો ખાનગી વાહનોમાં અલગ અલગ રીતે ચોરી છૂપી વિદેશી દારૂની બોટલો લાવતા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube