સુરતમાં લુમ્સ મશીનમાં કરંટ લાગતા યુવકનું મોત, પરિવારનો એકના એક પુત્રનો સહારો છીનવાયો
surat live death cctv : મૃતક યુવક પરિવારનો સહારો હતો... તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક પુત્રી છે... તેના મોતથી પરિવારનો આર્થિક સહારો છીનવાયો
Surat News : સુરતના પાંડેસરામાં લુમ્સ ખાતામાં કરંટ લાગતા 28 વર્ષે યુવકનું મોત નિપજ્યું છે. યુવક લુમ્સ ખાતામાં કામ કરી રહ્યો હતો. અચાનક ઇલેક્ટ્રીક બોર્ડમાં કરંટ લાગી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી બાજુ કરંટ લાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં આવેલ શિવાજી નગર ખાતે રહેતો 28 વર્ષીય દીપક વસંત પાટીલ પાંડેસરા ગોવાલક ખાતે આવેલ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ દિપક લુમ્સ ખાતામાં કામ કરી રહ્યો હતો. દરમ્યાન ઇલેક્ટ્રીક બોર્ડ પાસે દિપકના હાથમાં રહેલ બીમ છુટ્ટો કરવાનો તાર અડી જતા કરંટ લાગી ગયું હતું. જેથી ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ જાણ કરી હતી.
મૃતક યુવકના સંબંધી રાજુ પાટીલે જણાવ્યું હતું કે યુવક લુમ્સ ખાતામાં કામ કરતો હતો. ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેના હાથમાં રહેલ બીમ છુટ્ટા કરવાનો તાર હતો, તે વીજળીના ખુલ્લા તારને અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કારખાનેદાર માલિક કોઈપણ પ્રકારની લુમ્સ ખાતામાં ધ્યાન રાખતા નથી. ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેનું મોત નીપજ્યું છે. જેથી કારખાના માલિકની અમે બેદરકારી માની રહ્યા છે. યુવક પરિવારમાં કમાવનાર એકના એક હતો. પરિવારમાં આધેડ માતા-પિતા, પત્ની અને 5 વર્ષીય પુત્રી છે. જેથી લુમ્સ કારખાનાના માલિક દ્વારા યોગ્ય વળતર આપી પરિવારને આર્થિક મદદ કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છે.
મૃતક યુવક મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની છે. પાંડેસરા ખાતે આવેલ શિવાજી નગરમાં રહે છે. તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક પુત્રી છે. તે ટેક્સટાઈલ કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક કરંટ લાગવાથી મોતી નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.