સુરત :દિવાળીની આગલી રાત્રે સુરત (Surat) ના પુણા વિસ્તારમાં દિલધડક લૂંટ (loot) ની ઘટના સામે આવી છે. વિધાતા જવેલર્સ (Jewellers) માં 6 ચોર હેલ્મેટ પહેરીને આવ્યા હતા, અને હથિયાર બતાવી લૂંટ ચલાવાઈ હતી. ચોરીનો આંકડો 90 લાખ સુધી પહોંચી ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પુણા પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પરવત પાટિયા વિસ્તારમાંર હેતા ઈશ્વરલાલ સોની (મૂળ રાજસ્થાન) આ જ વિસ્તારમાં વિધાતા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. દિવાળીની આગલી રાત્રે શનિવારે તેઓ પોતાની દુકાન બંધ કરી રહ્યા હતા, ત્યારે ચારથી પાંચ ઈસમો તેમની દુકાનમાં પ્રવેશ્યા હતા. આ ઈસમોએ પેહલા તો ખરીદીનું બહાન બતાવ્યું હતું, પણ બાદમાં ઈશ્વરભાઈને તેઓ પર શંકા ગઈ હતી. પરંતુ તેઓ કંઈ શકે તે પહેલા જ લૂંટારુ ટોળકીએ હથિયાર બતાવીને તેઓને બંધક બનાવ્યા હતા. ટોળકીએ તેઓને દાગીની આપી દેવા જણાવ્યું હતું, અને સોનાના વેપારીને લૂંટીને જતા રહ્યા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



હાલ દિવાળી હોઈ માર્કેટમાં ચહલપહલ વધુ છે, ત્યારે સુરતના ભરચક એવા પરબત પાટિયા વિસ્તારમાં આવી ચોરી થવી તેનાથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. ચોરીનો આંકડો હજી સામે આવ્યો નથી, પરંતુ લૂંટારુઓએ 90 લાખના દાગીનાના લૂંટ ચલાવી હોય તેવું જાણવા મળ્યું છે. લૂંટારુઓ ચહેરા બુકાની બાંધી અને હેલમેટ પહેરીને આવ્યા હતા. જેઓએ ડરાવી ધમકાવીને વેપારીને દિવાળીની આગલી રાત્રે જ લૂંટી લીધો છે. ફક્ત બે મિનીટમાં જ લૂંટારુઓએ લૂંટનો ખેલ ખેલ્યો હતો અને લાખોની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. 


આ ઘટના બાજ ડીસીપી, પીસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.