લાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યું
Looteri Dulhan : દીકરાને કારણે યુવક બીજા લગ્ન કરવા તૈયાર થયો, પરંતું કોડથી લાવેલી કન્યા લૂંટેરી દુલ્હન નીકળી, બધુ લઈને રફૂચક્કર થઈ ગઈ
Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં ફરી એક વખત લુટેરી દુલ્હને એક યુવાનને લૂંટી ભાગી છુટી હતી. પરંતુ આ બનાવમાં જ્યારે પોલીસ ફરિયાદ થઈ ત્યારે પોલીસે લુટેરી દુલ્હન સહિત આખી ગેંગને ઝડપી પાડી હતી. લૂંટરી દુલહન અને તેની ગેંગે 39 વર્ષીય યુવકને શિકાર બનાવી તેની પાસેથી રૂપિયા 1.35 લાખ પડાવી લીધા હતા. જોકે આ સમગ્ર બનાવવામાં સરથાણા પોલીસે લુંટેરી દુલ્હન સહિત ત્રણ લોકોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
સુરતના યોગીચોક વિસ્તારમાં એક ૩૯ વર્ષીય ડિવોર્સી યુવક રહે છે. ડિવોર્સી પોતાના ૧૫ વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યા હતા. આ દરમ્યાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેથી તેમને પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમ્યાન ડિવોર્સીના નાના ભાઈના પત્નીએ તેમને વ્હોટ્સએપમાં એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે ,જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ. જેથી ડિવોર્સી યુવાને લગ્ન માટે હા પાડી હતી.
બાદમાં વિપુલ ડોબરિયા, જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતો એ સંજના નામની યુવતી ડિવોર્સીના ઘરે આવ્યા હતા. ત્યારે જ્યોતિબેને જણાવ્યું હતું કે, સંજના મારા ફોઈની છોકરી છે. સંજનાના માતા - પિતાનું મૃત્ય થયું છે. જેથી સંજના અમારા ઘરે જ રહે છે. બાદમાં ડિવોર્સી અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી હતી. જો કે આ વચ્ચે જેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કે ડિવોર્સી પાસે ૧ લાખ રૂપિયા જ્યોતિબેનને અને ૨૦ હજાર રૂપિયા બીજા આપવાના કહી રૂ 1.20 લાખ ની માગણી કરી હતી. જેથી ડિવોર્સી યુવકે આ તમામ બાબતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરુ કરી હતી.
રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસો
આ દરમ્યાન ચાંદીના સાંકળ અને સોનાનો દાણો અને કપડાની ખરીદી કરી તારીખ ૧૩/૦૬/૨૦૨૪ના રોજ તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફિસ ગયા હતા. જ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફીસ ગયા ત્યારે સંજનાએ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું જેથી ઘરે પરત આવી ગયા હતા.બાદમાં ૧.૨૫ લાખ રૂપિયા વિપુલભાઈ ડોબરિયાને રોકડા આપ્યા હતા. ત્યારબાદ 16 જૂનના રોજ સંજનાએ તેણીની દાદીની તબિયત સારી નથી અને તેઓ મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે તેમ કહી તેમની ખબર અંતર પૂછવા જવાનું કહ્યું હતું. જેથી યુવક તેને ડીંડોલી સાંઈ પોઈન્ટ સુધી મૂકી આવ્યો હતો. જ્યાં પહેલેથી જ સંજના ના કોઈ પરિવારજન ત્યાં હાજર હતું સંજનાએ સાંજે ઘરે આવી જશે તેવું જણાવ્યું હતું.
બાદમાં સંજનાએ યુવકના નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નહિ આવવાની. ત્યારબાદ યુવકે અનેકવાર વિપુલભાઈ ડોબરિયાને કોલ કર્યા પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સરથાણા પોલીસ મથકમાં લૂંટરી દુલહન સહિત 3 સામે ફરિયાદ આપી હતી.
ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લુંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા, રૂપાલીબેન ઉર્ફે સંજના વીકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે વિપુલ ડોબરિયા નામના ઇસમેં જ્યોતિબેનનો સંપર્ક કર્યો અને જે છોકરીઓ ઘરકામ કરતી હોય તેમને પેસાની લાલચ આપતા અને કેહતા કે અમે તમને કહીએ તેવું કામ કરવાનું. આમ સમાજમાં જે લોકો લગ્ન માટે ઈચ્છુક હોય તેવા લોકોને શોધતા અને આખું ષડ્યંત્ર પ્રમાણે વર્તન કરતા. હાલ તો પોલીસે લુંટેરી દુલ્હન અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ ખોટુ નામ ધારણ કરવા લુંટેરી દુલ્હને ખોટા સર્ટીફીકેટ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓએ અગાઉ રાજકોટ, રાજસ્થાનના જયપુરમાં આ જ વર્ષમાં આવી રીતે લગ્ન કરી પેસા પડાવ્યા છે. પોલીસને આશંકા છે કે , આ ગુનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. હાલ તો વધુ તપાસ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.