સુરત: સચિન લાજપોરમાં શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને 50 વર્ષનો વિધર્મી આધેડ પ્રેમજાળમાં ફસાવી અજમેર ભગાડી ગયો છે. આ વિર્ધમીને સચિન પોલીસે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી પોલીસે દબોચી લીધો છે. સચીન પોલીસ તેનો કબજો લઈ સુરત આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન વિસ્તારમાં રહેતી શ્રમ પરિવારની સત્તર વર્ષીય કિશોરીને એક વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવાનના લગ્ન થઈ ગયા હતા અને તેના પણ બે સંતાનો હતા, તેમ છતાં આ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેને ફરવા લઈ જવાનું કહીને ભગાવી ગયો હતો. 


આ ઘટનાને લઈને સચિન પોલીસ મથકમાં વિધર્મી યુવાન વિરોધ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસની એક ટીમ આ યુવાનની શોધખોળમાં લાગી ગઈ હતી. સચિન પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના પાલઘર દહાણું બોરડીથી આરોપી અબ્દુલ હમીદ હાસીમ મધિને તેની પત્નીની માસીની દીકરીના ઘરેથી પકડી પાડયો હતો. આરોપીને ઝડપી પાડવાની સાથે પોલીસે કિશોરીને આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી.


આ અપહરણ કેસ અંગે વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપી રિક્ષાચાલક અબ્દુલ હમીદ કિશોરીને ફરવાના બહાને લઈને ચાલી ગયો હતો. કિશોરીને આરોપી પહેલા પલસાણાથી બસમાં અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાંથી બંને અજમેર બસમાં ગયા હતા. અજમેરમાં ફરીને આરોપી કિશોરી સાથે રાજસ્થાન બસમાં ગયો અને ત્યાંથી પાછો અમદાવાદ પરત આવ્યો હતો. 


અમદાવાદથી તે પાછો વડોદરા અને વડોદરાથી તે બુધવારે મોડીરાતે સુરત આવ્યો હતો અને સુરતથી તે દહાણુંની બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો અને પોલીસે તેને પકડી લીધો હતો. હાલ તો સચિન પોલીસે કિશોરીને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે, જ્યારે આરોપીને જેલ ભેગો કર્યો છે.


જુઓ આ પણ વીડિયો:-