હોળી હોય અને સુરતમાં લવલી ન હોય એવું ક્યારેય ન બને, જાણો કોણ છે આ પદમણી નાર અને રૂપ રૂપનો અંબાર
Holi 2023 : ફાગણોત્સવ પર એ યુવકની કહાની, જે દર હોળીએ યુવકમાંથી યુવતની બની જાય છે, તેનુ રૂપ જોઈને ભલભલા મોહી ઉઠે છે, તો ક્યારેક તે છેડતીનો પણ શિકાર બને છે
Surat Holi Celebration ચેતન પટેલ/સુરત :રાજ્ય સહિત દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. હિન્દુઓના સૌથી મોટા તહેવારોમાંથી એક હોળીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સાંજે ઠેર-ઠેર હોળિકાનું દહન કરવામાં આવે છે. યાત્રાધામમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. યાત્રીઓ પગપાળા દ્વારકા, ડાકોર, શામળાજી પહોંચે છે. જ્યા ફૂલડોલ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભારતના દરેક પ્રાંતની હોળીનો અલગ અંદાજ હોય છે. દરેકના ઉત્સવના પ્રકાર પણ અલગ હોય છે. રાજસ્થાનીઓ માટે હોળીનો પર્વ ખાસ માનવામાં આવે છે અને તેમાં પણ સુરતની વાત કરીએ તો હોળીના તહેવાર અને સુરતમાં લવલી ના હોય એવું ક્યારેય ના બને. લવલી આ કોઈ છોકરી નથી, પરંતુ છોકરો જ છે. જે હોળીના તહેવાર દરમિયાન સુરતમાં વસતા રાજસ્થાની લોકો દ્વારા ઉજવાતા ફાગોત્સવમાં છોકરી બનીને નાચે છે. લવલીને લવલી નામ પણ સુરતના જ લોકો દ્વારા મળ્યું છે.
દર વર્ષે સુરતમાં હોળીના પર્વની રંગેચંગે ઉજવણી થતી હોય છે. અને એમાં પણ રાજસ્થાનીઓ આ પર્વની ઉજવણી સપ્તાહ પહેલા શરૂ કરી દેતા હોય છે. રાજસ્થાનીઓ નાચીને ફાગણોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે સુરતનો ફાગોત્સવ લવલી વગર અધુરો છે. પહેલી નજરમાં કોઈ પણ વ્યક્તિ લવલીને જોઈને કહી ના શકે કે આ છોકરો છે કે છોકરી. વિક્રમની લવલી સુધીની સફર પણ એક ફિલ્મી સ્ટોરી જેવી રહી છે. એક છોકરી તરીકેના પહેરવેશમાં તેણે ઘણા એવા લોકોનો સામનો પણ કર્યો છે. જેઓ વિક્રમને ખરેખર છોકરી સમજીને તેની પાછળ પડ્યા હતા.
[[{"fid":"430543","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_lovely_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_lovely_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_lovely_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_lovely_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_lovely_zee2.jpg","title":"surat_lovely_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
આ પણ વાંચો :
અલ્યા ભાઈ બહુ કરી... પાંજરામાં બેસેલા કપિરાજે યુવકના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો
આટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ 14 વર્ષથી વિક્રમ લવલીનું બિરુદ મેળવી શક્યો છે. આ અંગે વિક્રમે જણાવ્યું હતું કે, તેનુ બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયુ છે. શરૂઆતમાં મેં નોકરી કરી અને રાતે આવા કાર્યક્રમોમાં હું છોકરી બનીને નાચતો. નોકરી કરતા મને આ કાર્યક્રમોમાં સારી કમાણી થતી હતી. ગરીબ પરિવારમાં ભાઈ બહેનોનું ગુજરાન ચલાવવાનું હતું, તેથી નોકરી છોડી ફુલટાઈમ ડાન્સનું જ કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છેલ્લા 18 વર્ષથી સુરત આવું છું અને સુરતે મને લવલી નામ આપ્યું છે.
હોળીએ સુરત આવેલ લવલીએ જણાવ્યું કે, એકવાર એવો બનાવ બન્યો હતો કે મારે મારા ગ્રુપ સાથે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું હતું. છોકરી બનીને જ્યારે પણ કોઈ પ્રોગ્રામમાં જાઉં છું, ત્યારે મોટાભાગના લોકો એ નથી સમજી સકતા હું છોકરી છું કે છોકરો. એક દિવસ મારે મારા ગ્રુપ સાથે પ્રોગ્રામમાં જવાનું હતું. ત્યારે હોટેલ પરથી અમારી પાછળ બે ત્રણ છોકરાઓ છોકરી સમજીને પાછળ પડ્યા હતા. અમારા પ્રોગ્રામના સ્થળ સુધી અમારી પાછળ આવ્યા હતા અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી અમારે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું હતું. વિક્રમથી લવલી બનવામાં મને અઢી કલાક લાગે છે.
આ પણ વાંચો :
હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો ફેરો ફોગટ જશે