Surat News ચેતન પટેલ/સુરત : સુરતની વધુ એક ઘટનાએ ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવી છે. ગ્રીષ્માના હત્યારા ફેનિલનું નામ લઈ એક યુવકે યુવતીને ધમકી આપી છે. યુવકે કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા યુવતીને દબાણ કર્યુ હતું. ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ એવી ફરિયાદી યુવતીને જતીન ગજેરા નામના યુવાને ધમકી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, કતારગામની યુવતીએ જતીન નામના યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી. જતીને વ્હોટ્સ એપ પરના ફોટો વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કરવા દબાણ કર્યું હતું. જેના બાદ યુવતીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે જતીન ગજેરાની ધરપકડ કરી છે. 


 


ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી


પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રી સાથે ઈન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ ‘મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ’ તેવી ધમકી આપી જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. 


ગુજરાતમાં નવી મહામારીનો ખતરો : સુરતમાં 24 કલાકમાં 4 મોત, વડોદરામાં 48 કલાકમાં 7 મોત


જતીનમાં દબાણમાં આવેલી યુવતીએ સહી કરી હતી 
કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઇ હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વ્હોટ્સએપ ઉપર વાત કરતા હતા. તે દરમિયાન જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યેનકેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કનડગત કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતુ.


પરંતુ યુવતીએ ઈન્કાર કરતા જતીને ફોર્ટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા. પરંતુ ત્યાર બાદ જતીને યુવતીના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. 


હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી