સુરત: સુરતના મધરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી છે. મૃતક મહિલા દેહવ્યાપારના ધંધામાં સંલિપ્ત હોવાનું બહાર આવ્યું છે. હત્યારો પ્રેમી મહિલાના માથામાં કોઈ બોથર્ડ પદાર્થ વડે ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પ્રેમીની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં દિન પ્રતિ દિન હત્યા ચોરી લૂંટના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક હત્યાનો બનાવો બની રહ્યા છે, જ્યારે આજરોજ વધુ એક હત્યાનો બનાવ બન્યા છે. શહેરના મહિધરપુરા અમિષા હોટલ પાસે આવેલ મંથન કોમ્પ્લેક્સના બીજા માટે રીનોવેટ થઈ રહેલી ઓફિસમાંથી હત્યા કરેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી.



ઘટનાની જાણ પોલીસને તથા તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૃત્યું પામનારનો પ્રેમી છે અને કંઈક કારણોસર માથામાં બોથર્ડ પદાર્થથી હુમલો કરી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો છે.


મૂર્તક રીટા ઉર્ફે માધુરી નામની મહિલા સચિન અને કાપોદ્રાના લક્ષ્મણ નગર વિસ્તારમાં રહેતી હતી. મહિલા દેહવ્યાપારના ધંધામાં સંલિપ્ત હોવાનું બહાર આવ્યું છે. મહિલાનો કાલિયો નામના ઈસમ સાથે પ્રેમસંબંધ હતો, અને તેની સાથે વધુ સમય વિતાવતી હતી. રાત્રી દરમિયાન કાલિયો સાથે વધુ સમય વિતાવ્યો હતો.


હાલ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી શંકાના આધારે પ્રેમી કાલિયોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.


જુઓ આ પણ વીડિયો:-