સુરત: સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 14થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે રહીશોમાં તંત્રની લાપરવાહી સામે રોષ પ્રવર્તી રહ્યો છે જ્યારે મોતને પગલે માહોલમાં માતમ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. અને રાજ્ય સરકારને અને તંત્રને આગમાં ફસાયેલા લોકોની બચાવ કાર્યપર પર ધ્યાન આપાવા માટે સૂચન આપવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.


સુરત: બિલ્ડીંગમાં આગ લાગતા જીવ બચાવવા વિદ્યાર્થીઓએ મારી છલાંગ, 14ના મોતની આશંકા



ત્રણ દિવસમાં તપાસનો આદેશ
બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ટ્યુશિન ક્લાસિસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે ઉપરથી નીચે કૂદ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા છે. આ સંજોગોમાં ભયાનક કહી શકાય એવી આ ઘટનામાં જવાબદારો સામે પગલાં ભરવા તજવીજ હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે.


 



જીવ બચાવવા 'મોત'ની છલાંગ
આગ એટલી ભીષણ હતી કે, ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલા 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. જે તમામ બાળકોને ઇજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા હાઇડ્રોલિકની મદદથી લોકોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં લાગેલી આ આગમાં બાળકો સહિત 14 જેટલા લોકના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.