Buy Land On Moon ચેતન પટેલ/સુરત : આમ તો ચાંદ ને લોકો ચંદામામા કહેતા હોય છે પરંતુ સુરતના એક મામાએ પોતાના બે પોતાની બે જુડવા ભાણિયાઓ માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી લીધી છે. જોકે આજ દિન સુધી ચાંદ ઉપર આટલી નાની વયમાં કોઈ જોડીયા બાળકોની જમીન નથી. સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેંકરીયાએ પોતાની બે જોડીયા ભાણિયો માટે એક એકર જમીન ચંદ્ર પર લીધી છે, તેઓ માટે આ ક્ષણ હંમેશા યાદગાર બની રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મામાને હંમેશા જ પોતાની ભાણીઓ વાલી હોય છે. કારણ કે મામા શબ્દમાં એક નહીં બે માં આવે છે. સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેંકરીયા ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતરિત થઈ છે. જેથી પરિવારની ખુશી બમણી થઈ ગઈ. આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાણીઓને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. બેન પાસેથી બંને દીકરીઓના ડોક્યુમેન્ટસ લઈ તેઓએ અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીમાં ચંદ્ર પર જમીન ખરીદવા માટે એપ્લિકેશન કરી હતી, જે માન્ય થતા આજે તેમની બંને ભાણીયો નીતિ અને નિયતિ સૌથી નાની ઉંમરમાં જોડિયા બહેનો ચંદ્રની જમીન પર માલિક બની છે.


સાંસારિક મોહને ત્યજી સુરતના મોટાગજાના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે


અનેક એવી વેબસાઈટ છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરતી આવી છે, પરંતુ ખરેખર ચંદ્રની માલકી માટે જમીન કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વનો હોય છે. બ્રિજેશે આ માટે ખાસ રિસર્ચ કર્યું હતું અને તેને જાણવા મળ્યું હતું કે અમેરિકાની એક લુનાર લેન્ડર્સ કંપનીના માધ્યમથી ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. તેને આ માટે ત્રણ મહિના સુધી મેઇલ પર વાતચીત કરી અને ખાતરી મેળવી હતી.


સોમનાથ મંદિરમાં છુપાયેલો છે એવો ચમત્કારિક મણિ, જે પથ્થરને પણ સોનું બનાવે છે


બ્રિજેશે જે જમીન ખરીદી છે તે લુનાર સોસાયટીના વિસ્તારની જમીન ગણાય છે. આમ તો ભારત દેશે ધી આઉટર સ્પેસ ટ્રીટી નામની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. પરંતું કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષમાં પોતાનો દાવો કરી શકશે નહીં. સૌથી વધુ દેશોના આ સમજૂતી પર હસ્તાક્ષર છે. જોકે આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે રીતે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરતા હોય છે.


મોટો આદેશ : હવે શિક્ષકો ઉપરાંત આ વિભાગના સરકારી ઓફિસરોને કરવી પડશે ચૂંટણીની કામગીરી