સુરત : શહેરના ભટારમાં કારખાનેદારના ઘરે અઠવાડિયા પહેલા કુરિયરમાં 1.35 લાખના દારૂના પાર્સલો આવ્યા હતા. જેમાં કારખાનેદારે પોલીસે જાણ કરી હતી. ખટોદરા પોલીસે પાર્સલો પર લખાયેલા મોબાઇલ નંબરના આધારે ગુનો નોંધી એક આરોપીને પકડી પાડયો છે. અત્રે નોંધનીય છે કે, એક વેપારીના ઘરે અચાનક મોટુ કુરિયર આવી ગયું અને ખોલ્યું તો તેમાંથી મોટા પ્રમાણમાં દારૂ નિકળ્યાં બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CMના હસ્તે શિલાન્યાસ: કરોડોના ખર્ચે બનનાર આ પ્લાન્ટના નિર્માણ બાદ આખા ગુજરાતને ઇર્ષા આવે તેવો જિલ્લો બનશે


આપણે આવર નવાર સાંભળતા આવ્યા છીએ કે, સુરતમાં બુટલેગરો કોઈને કોઈ રીતે દારૂ સપ્લાય કરતા હોય છે. ત્યારે ખટોદરા પોલીસે એક આરોપીનું નામ સંદીપ શીલુરામ મદન છે. તે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રહી રિક્ષા ચલાવે છે. મૂળ હરિયાણાના પાનીપતનો રહેવાસી છે. હરિયાણાના પાનીપતમાં મિત્ર નામે રવિન્દ્રએ તેને પાર્સલોમાં દારૂનો માલ મોકલ્યો હતો. રિક્ષાચાલક સુરતમાં તેના ગામના ઓળખીતા લોકોને દારૂનો માલ વેચાણ કરતો હતો. અગાઉ બે મહિના પહેલા મિત્રએ કુરિયરમાં પાર્સલ કરી દારૂની 7 થી 8 બોટલો મોકલી હતી. તે વખતે કુરિયરબોયએ ફોન કરી દેતા રસ્તામાંથી સંદીપ પાર્સલ લઈ ગયો હતો.


રાણી લક્ષ્મીબાઇના વંશજોનું ગુજરાતમાં કરાયું સન્માન, રાજ્યપાલ પણ રહ્યા ઉપસ્થિત


જયારે આ વખતે કુરિયરબોયે જે એડ્રેસ હતું તેના પર આપવા જતો રહેતા ચાલક અને તેના મિત્રનો ભાંડો ફુટી ગયો હતો. વધુમાં રિક્ષાચાલક સંદીપ આજુબાજુના વિસ્તારમાં કોઈના પણ આધારકાર્ડની ઝેરોક્ષ લઈ તેના મિત્રને મોકલી આપતો હતો. મિત્ર કુરિયરમાં જે પાર્સલો મોકલી આપતો તેના પર આધારકાર્ડની ઝેરોક્ષ લગાવી મોબાઇલ નંબર સંદીપનો લખી દેતો હતો. ચાર પાર્સલોમાં 1.35 લાખનો વિદેશી દારૂ દિલ્હી એક્ષપ્રેસથી 9મી નવેમ્બરે ભટાર ઉમાભવન વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક દીપચંદ્ર ઝવરનું આધારકાર્ડનું એડ્રેસ લખી મોકલી આપ્યો હતો. આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે રીક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube