પ્રશાંત ઢીવરે/સુરત :પ્રદૂષણની વાત આવે તો સૌથી પહેલા લિસ્ટ પર દિલ્હી હોય છે. દિલ્હીમાં જ પ્રદૂષણે માઝા મૂકી છે એવું નથી. સુરતના પાંડેસરામાં પણ પ્રદૂષણ અનિયંત્રણ બોર્ડના પાપે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ ગેસ પરથી કોલસો આધારિત બનતા પ્રદુષણમાં વધારો થયો છે. જેના કારણે લોકોના સ્વાસ્થય સાથે ચેડાં થઇ રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે ચઢે છે. લોકોના ઘર સુધી ચીમની રાખ ઉડીને આવતા લોકોને ભારે આ રાખનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સુરતમાં સ્થિતિ એવી છે કે, ઘરની બહાર જ નહીં પણ લોકો ઘરમાં તમને મિલના બોઈલરની રાખ દેખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની ચૂંટણીને લઈને લોકો પ્રાથમિક મુદ્દાઓને લઈને પોતાની માંગ પોતાના પ્રતિનિધિઓ સમક્ષ મૂકતા હોય છે. પરંતુ શહેરના પાડેસરા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો છેલ્લા 20 વર્ષથી પ્રદૂષણથી મુક્ત રહેવા માંગ કરી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ આકાશ રોહાઉસ જ નહિ, પરંતુ આજુબાજુમાં આવેલ સોસાયટીના રહીશો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા પ્રદૂષિત ધુમાડાથી મુક્તિ માંગી રહ્યા છે. મિલના બોઇલરની ચીમનીમાંથી આવતું પ્રદૂષણ લોકોના ઘર સુધી પહોંચ્યું છે. જેથી ઘરની તમામ સામગ્રી કાળીમેશ બની રહી છે. માત્ર વસ્તુઓ જ નહિ, લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યાં છે.


આ પણ વાંચો : શિવરાજના ગીતા જિહાદ નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ, કહ્યું-જ્યારે ચૂંટણી આવે ત્યારે...


જે દ્રશ્ય દેખાય છે, તે પાંડેસરા વિસ્તારના આકાશ રો-હાઉસના છે. છેલ્લા 25 વર્ષથી આ રહીશો વસાવત કરે છે. સોસાયટીની બાજુમાં જ પાંડેસરાની ડાઈન મિલો આવી છે. આ મિલોમાં કોઈ પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ પાડ્યા વગર બોઈલર ચલાવતા હોય છે, જેનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે. પ્રદૂષણ લોકોના ઘર અને સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે.



સુરતમાં 350 જેટલી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ ગેસ પરથી કોલસો આધારિત બનતા પ્રદુષણમાં વધારો થયો છે. જેના કારણે લોકોના સ્વાસ્થય સાથે ચેડાં થઇ રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે ચઢે છે. આટલી મોટી માત્રામાં ધુમાડાનો નજારો જોઈને કોઈપણની આંખો પહોળી થઈ જાય. સુરતમાં કેટલાક વિસ્તારમાં જો તમારી નજર કોઈ એવી ચીમની પર પડે કે તે સામાન્ય કરતાં વધુ ધુમાડો ઓકતી હોય તો સમજી લેજો કે દાળમાં કંઇક કાળુ જરૂર છે. કારણ એના કારણે સુરતમાં ધુમાડાનું પ્રમાણ સતત વધી જ રહ્યું છે. 


આ ઉડતા ધુમાડા પાછળનું રહસ્યુ શું છે? સુરતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના કારણે પ્રદૂષણનું જોખમ પણ વધી ગયું છે. છેલ્લાં એક દાયકામાં સુરતમાં હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થયો છે. શહેરની મોટાભાગની ડાઈંગ મિલોમાં બાવા આદમના જમાનાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહી છે. આ ટેકનોલોજી પણ પ્રદુષણ વધવા માટે કારણભૂત છે. જોકે, પ્રદુષણને લઇ શહેરીજનોને વચગાળાની રાહત મળી હોય તેમ ઉદ્યોગોને ગેસ આધારિત કરવામાં આવ્યા હતા. પરંતુ ગેસના ભાવમાં વધારો થતા મોટાભાગના ઉદ્યોગમાં ફરીથી કોલસો વપરાવા લાગ્યો છે, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધતાં લોકોના પ્રદૂષણથી મુક્તિ માંગી રહ્યા છે.