દિવાળીની રાતે સુરતના એક પરિવાર પર પહાડ તૂટી પડ્યો, ઘરઆંગણે રમતી બાળકી થઈ ગાયબ
દિવાળીની રાતે સુરતના એક પરિવાર પર પહાડ તૂટી પડ્યો હતો. સુરતના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે ગુમ (child missing) થઈ ગઈ છે. જેને શોધવા માટે 100 થી વધુ જવાનોએ રાત-દિવસ એક કરી નાંખ્યા છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનો બાળકીની શોધખોળ કરી રહ્યા છે. ઘરની આસપાસ ઝાડી-જંગલના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
ચેતન પટેલ/સુરત :દિવાળીની રાતે સુરતના એક પરિવાર પર પહાડ તૂટી પડ્યો હતો. સુરતના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે ગુમ (child missing) થઈ ગઈ છે. જેને શોધવા માટે 100 થી વધુ જવાનોએ રાત-દિવસ એક કરી નાંખ્યા છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનો બાળકીની શોધખોળ કરી રહ્યા છે. ઘરની આસપાસ ઝાડી-જંગલના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત (surat news) માં દિવાળીની રાતે એક શ્રમજીવી પરિવારની બાળકી ગુમ થઈ છે. સુરતની મિલમાં નોકરી કરતા પિતાને સંતાનમાં બે બાળકીઓ છે. આ સુરતના વેડદા ગામમાં રહે છે. દિવાળીના રાતે અઢી વર્ષની મોટી દીકરી ઘરના આંગણામાં રમી રહી હતી. ત્યારે દીકરી અચાનક ત્યાંથી ગુમ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : બીડી પીવાના શોખે વૃદ્ધાનો જીવ લીધો, બીડીની આગમાં જ ભડથુ થયા
આ વિશે પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકીને ગુમ થયાના બે દિવસ થયા છતા તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી. પોલીસના 100 થી વધુ જવાનો 48 કલાકથી બાળકીને શોધી રહ્યા છે, છતા તેમને કોઈ ભાળ મળી નથી. સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનોએ આખો વિસ્તાર ખોદી બાળકીને શોધી નાખવા માટે રાત-દિવસ એક કરી નાખી છે. બાળકીની તસવીર લઈને તેને શોધવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતીઓનું નવુ વર્ષ બગડશે, કડકડતી ઠંડીના દિવસો વચ્ચે વરસાદની આગાહી
આ પરિવાર જ્યા રહે છે, તેની બાજુમાં જંગલી વિસ્તાર છે. ત્યારે આ માસુમ બાળકીને આ જગ્યાથી અપહરણ કરાયુ હોય તેવી શક્યતા છે. તેથી પોલીસે આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી ફંફોળી નાંખ્યા છે.