ભાજપના વધુ એક ધારાસભ્યને થયો કોરોના...
અત્યાર સુધી રાજ્યના 15થી વઘુ ઘારાસભ્યોને કોરોના (Coronavirus) ના ઝપેટમાં આવ્યા છે. હર્ષ સંઘવી અગાઉ તમામ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં વધુને વધુ રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના થયો છે. સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી (harsh sanghvi) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. અત્યાર સુધી રાજ્યના 15થી વઘુ ઘારાસભ્યોને કોરોના (Coronavirus) ના ઝપેટમાં આવ્યા છે. હર્ષ સંઘવી અગાઉ તમામ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હર્ષ સંઘવી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.
સુરતમાં કોરોના વાયરસ બેકાબૂ બની ગયો છે. આ પહેલા સુરતના ધારાસભ્ય અને સચિવ પુણેશ મોદી પણ કોરોનાનો ભોગ બન્યા હતા. તેમનો આખો પરિવાર એટલે કે તેમના બંને ભાઈઓ, સાળા અને તેમના અંગત મદદનીશ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
વિચિત્ર કિસ્સો, બાળકીને પગમાં દુખાવો ઉપડ્યો ત્યારે ખબર પડી કે કૂતરુ નથી કરડ્યું, પણ બંદૂકની ગોળી વાગી છે
કયા કયા ધારાસભ્યોને કોરોના....
ભાજપના કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ અને કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા અને મંત્રી રમણ પાટકર કોરોનાનો ભોગ બન્યા હતા તો કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાદી, ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ, ભૂજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, કરજણના માજી ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાના શિકાર બન્યા હતા. જેમાંથી ભરતસિંહ સોલંકીની તબિયત કથળી ગયા બાદ તેઓ બે મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત નગરપાલિકાઓમાં પણ અનેક નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
ગુજરાતના મહત્વના અન્ય સમાચાર :