Surat News ચેતન પટેલ/સુરત : કહેવાય છે કે કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે. આ વાતને ચરિતાર્થ કરી છે 18 વર્ષીય મોહમ્મદ વાનિયાએ. મોહમદ જન્મથી સાંભળી શક્તો નથી, પરંતુ તેની સિદ્ધિ સાંભળીને તમે ગર્વ કરશો. વાત જાણે એમ છે કે મોહમ્મદ વાનિયા ગુજરાતનો પ્રથમ શૂટર છે જેણે જર્મનીના હેનોવર ખાતે યોજાયેલી સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એરરાઇફલ શૂટિંગમાં એક સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 2 મેડલ જીત્યા છે. ઈન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં તે બ્રોન્ઝ જ્યારે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઇન્ટરનેશનલમાં આ તેની ડેબ્યુ ટૂર્નામેન્ટ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઈને નિશાનો સાધતો મોહમ્મદ વાનિયાએ સાબિત કરી દીધું છે કે જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલી તમને હરાવી શકે નહીં. મોહમ્મદ 10 મહિનાનો હતો ત્યારે માતા પિતાને  ખબર પડી કે, તે જન્મથી મૂકબધિર છે. ત્યારે સુરતમાં ઓડિયોલોજીની સારી સુવિધા ન હતી એટલે માતા પિતા 5 વર્ષ સુધી અઠવાડિયે એકવાર મુંબઈ જતા. સાડા ચાર વર્ષનો હતો ત્યારે  એનું ઓપરેશન કરાવી ઈયરિંગ એઇડ ઇમ્પલાન્ટ કરાવ્યું હતું. હાલ એ નોર્મલ સ્કૂલમાં જાય છે. પરંતુ નોર્મલ છોકરાઓ જેટલા શબ્દો એની પાસે નથી હોતા. પણ એટલું બોલી શકે છે જેનાથી સેલ્ફ ડિપેન્ડેન્ટ ફીલ કરે. ઈમ્પલાન્ટ કાઢી નાંખે ત્યારે સાંભળવાની શક્તિ શૂન્ય થઈ જાય છે. 


મને ફસાવાનું ષડયંત્ર : IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, સાચું કોણ?


મોહંમદે માત્ર ડેફ એન્ડ ડમ્બ શૂટરની કેટેગરીમાં જ નહીં પરંતુ નોર્મલ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં પણ નેશનલ પ્લેયર છે. મોહંમદ વાનિયાના પરિવારને ખબર હતી કે, તે લિમિટેશન સાથે ફક્ત એજ્યુકેશનથી ઇન્ડિપેન્ડેન્ટ નહીં થઈ શકે. જેથી તેઓએ સ્પોર્ટ્સ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા. એ દરેક સ્પોર્ટ્સમાં સારું પરફોર્મ કરતો અને મેડલ જીતતો. થોડાક સમય પછી અમને સમજાયું કે, વધારે હાર્ડવર્ક વાળી રમતોના કારણે એનો પરસેવો ઇમ્પલાન્ટમાં જાય છે જેના લીધે મશીન પ્રોપર રીતે કામ કરતું નથી. જેથી તેઓએ તેને શૂટિંગમાં શિફ્ટ કરાયો હતો. હાલ તે ધોરણ 12 કોમર્સમાં ભણે છે તેની ઉંમર 18 છે પરંતુ તેની સિદ્ધિ તેના કરતાં વધારે છે. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર તેને અત્યાર સુધી 11 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.


મોહમ્મદની સફળતામાં એના પિતાનો સૌથી મોટો ફાળો છે. મોહંમદે એની પહેલી જ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે પુણેમાં તેમજ અલગ- અલગ કેમ્પમાં નેશનલ ઇન્ટરનેશનલ કોચિસ પાસે ટ્રેનિંગ લીધી છે. એ છેલ્લા 2 વર્ષથી નોર્મલ ખેલાડીઓની કેટેગરીમાં ગુજરાતમાં યુથ, જુનિયર અને ઓપન ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ જીતી રહ્યો છે. પરિવારને ગર્વ છે કે પુત્ર પોતાની માટે નહીં પરંતુ દેશ માટે રમે છે અને નામ ગૌરવિત કરે છે. એનું જીવન ચેલેન્જ ભરેલું જ રહેશે પણ એનો ગોલ સક્સેસ છે.


તેના ટ્રેનર સાગર ઉઘાડે કહે છે કે, મોહંમ્મદની સૌથી ખાસ વાત છે એની જીદ. તેને દરેક શોટમાં બેસ્ટ જ આપવાનું હોય છે. એની અંદર જુસ્સા છે હાલ કોચ તેને હાથના ઇશારાથી અને લખીને સમજાવીએ છીએ અને તે તરત જ સમજી જાય છે. અન્ય પ્લેયર કરતા તેની અંદર શીખવાની લગન વધારે છે આ જ કારણ છે કે એ માત્ર ત્રણ વર્ષમાં ટ્રેનિંગ મેળવીને આજે તે આંતરરાષ્ટ્રીય કક્ષામાં પહોંચી મેડલ મેળવ્યો છે.


અમિતાભ બચ્ચનના પગ પકડી રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંત