સુરત: લસકાણા વિસ્તારમાં માતા-પુત્રી અને પુત્રએ ઝેરી દવા પીધી, દિકરીનું મોત
લસકાણા વિસ્તારમાં એક માતાએ પુત્ર અને પુત્રી સાથે ઝેપ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા-પુત્રની હાલત ગંભીર છે.
તેજશ મોદી/સુરત: લસકાણા વિસ્તારમાં એક માતાએ પુત્ર અને પુત્રી સાથે ઝેપ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા-પુત્રની હાલત ગંભીર છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ યુપીના વિપુલ નગરમાં રહેતા અમરસિંહ નિસાદ(ઉ.વ.30) પત્ની, બે પુત્ર અને પુત્રી સાથે રહે છે. ચાની લારી ચલાવી અમરસિંહ પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની મમતા સાથે અવાર નવાર પતિનો ઝઘડો થયા કરતો હતો. દરમિયાન આજે અમરસિંહ સાથે ઝઘડો થયો હતો. જેથી તે ઝઘડા બાદ ઘરેથી નીકળી ગયો હતો. અને મોટો દીકરો કારખાનામાં હતો.
યુવાનોએ કર્યું અનોખું સ્ટાર્ટ અપ, મંદિરના વેસ્ટ ફૂલમાંથી મળશે ‘રોજગારી’
દરમિયાન મમતાએ 8 વર્ષીય પુત્ર પવન અને 11 વર્ષીય પુત્રી રોશની સાથે ઝેર પી લીધું હતું. ઘટનાની જાણ થતા વરાછા 108ના ઈએમટી રાકેશ પરમાર અને પાઈલોટ મહેન્દ્ર બારીયા દ્વારા ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન પુત્રી રોશનીનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા મમતા અને પુત્ર પવનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.