ચેતન પટેલ/સુરત :સુરતમાં મધર્સ-ડેના કરૂણાંતિકા સર્જાઈ હતી. મધર્સ ડે પર સુરતના એક પરિવાર સાથે એવુ બન્યુ કે પરિવારના સદસ્યો હતપ્રભ બની ગયા હતા. તાપી નદીમાં પરિણીતાએ પોતાની દીકરી સાથે કૂદીને મોત વ્હાલુ કર્યુ હતું, તો બીજી તરફ આ સમાચાર સાંભળીને સાસુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી નદીમાં માતા-પુત્રીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયુ હતુ. સુરતના દયાળજી બાગ નજીકથી તાપીમાંથી બંનેના મૃતદેહ રવિવારે સાંજે બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ થયેલી હાલતમાં મળ્યા હતા. 4 દિવસ પહેલાં ડૂબી જવાથી બાળકી અને મહિલાના મોત થયા હતા. ત્યારે પોલીસે બંનેના સેમ્પલ લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા હતા. તો બીજી તરફ, પરિણીતા અને પૌત્રીના મોતના આઘાતમાં સાસુએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ સાસુ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


આ પણ વાંચો : અત્યંત શોકિંગ ઘટના, રાજકોટમાં 10 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી


રાંદેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ કે, મૂળ મહારાષ્ટ્રનો પરિવાર ડિંડોલી વિસ્તારમાં રહે છે. પરિવાર સુખી સંપન્ન હતો. પરંતુ કોરોના કાળમાં તેમના માથા પર 7 થી 8 લાખનુ દેવુ થઈ ગયુ હતું. પરિણીતાનો પતિ ઈલેક્ટ્રીશ્યનનુ કામ કરતો હતો. ત્યારે દેવુ ભરપાઈ કરવા પરિવારે જમીન વેચવા કાઢી હતી. જેથી મનદુખ થઈને પરિણીતાએ 18 મહિનાની દીકરી સાથે તાપી નદીમાં પડતુ મૂક્યુ હતું. તાપી નદીમાં ઓઢણી બાંધેલી પરિણીતા અને દીકરીની લાશ મળી હતી. 


અમદાવાદીઓ માટે ખાસ ચેતવણી, ત્રાહિમામ પોકારી જશો તેવી ગરમી પડશે 


બીજી તરફ, પરિણીતા અને દીકરીના મોતના સમાચાર સોસાયટીના વોચમેને સૌથી પહેલા સોશિયલ મીડિયામાં જોયા હતા. જેના બાદ તેણે પરિવારને આ વિશે જાણ કરી હતી. જેથી પરિવારના સદસ્યો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તો બીજી તરફ, વહુ અને પૌત્રીના આપાઘાતથી સાસુ આઘાતમાં આવી ગયા હતા. જેથી તેમણે ઘરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 


આ પણ વાંચો : 


MSU માં હિન્દુ દેવતાના અભદ્ર ચિત્રોનો વિવાદ, ABVP ના 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો