ચેતન પટેલ/ સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યો છે. આપણી પાસે હાલ કોરોના સામે લડવા માટે વેક્સિન સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા લોકોને વેક્સિન લેવડાવવા ધમપછાડા કરીને અવનવા નિયમો બનાવી રહ્યું છે, પરંતુ આજે એક મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. એટલે કે જે તંત્ર લોકોને રસી લેવા માટે અજીબોગરીબ નિયમો બનાવે છે તે જ તંત્રમાં કેટલાક કર્મચારીઓ રસી લેતા જ નથી અને બહાનાબાજી કરીને છૂટી જાય છે. સુરત પાલિકાના 877 કર્મચારીઓ 9 માસથી રસી જ લેતાં નથી, અને બહાના તરીકે કારણ આપતા જણાવે છે કે, ‘અમને એલર્જી-ઇન્ફેક્શન છે’. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ 100 ટકા વેક્સિનેટેડ છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. જે આ માહિતીનો ભાંડો ફૂટ્યો હતો. તેમાં પ્રથમ અને બીજો ડૉઝ વગરના મળી 7900થી વધુ કર્મચારીઓ મળી આવ્યા હતાં. કર્મચારીઓને ફરજિયાત વેક્સિન માટે તાકીદ કર્યા પછી અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી છે. જોકે, હજી પણ 877 કર્મચારીઓ વૅક્સિન વગરના ફરી રહ્યા છે.


સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈ પ્રેમિકા સાથે લગ્નગ્રંથીમાં જોડાયા, 17મીએ ગ્રાન્ડ રિસેપ્શન


તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાના કુલ 21096 કર્મચારીઓમાંથી 20749એ રસી લીધી છે, એટલે કે હજુ 877 કર્મચારીઓ 9 માસથી વેક્સિન જ લેતા નથી. વેક્સિન નહીં લેનારાઓમાં સૌથી વધુ વર્ગ-2 અને 3ના 66 અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે વૅક્સિનની ટકાવારી 88.28 પર પહોંચી હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. 


સુરત પાલિકાના 877 કર્મચારીઓ વૅક્સિન વગરના જ છે. તેઓ મેડિકલના કારણમાં ઇન્ફેક્શન-ઍલર્જી અને માંદગી જેવાં કારણો આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં 532 કર્મચારીઓએ તો હજુ સુધી વૅક્સિન નહીં લેવાનું કારણ સુદ્ધાં પણ જણાવ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube